Abtak Media Google News
  • રાજરાજેશ્ર્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
  • અબતકની શુભેચ્છા મુલાકાતે રાજરાજેશ્ર્વર ચેરી ટ્રસ્ટના સભ્યો

રાજરાજેશ્ર્વેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમય દરમિયાન રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર)ના છઠ્ઠા જીવનસાથી પસંદગી સંમેલનનું સંસ્થાના પ્રમુખ ઇન્દ્રનીલભાઇ રાજગુરુના અઘ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ પસંદગી સંમેલન નિયત ફોર્મનું વિતરણ શરુ કરાયેલ છે. આ પસંદગી સંમેલનમાં જોડાવા લગ્ન ઇચ્છુક યુવક-યુવતિઓના વાલીઓને ફોર્મ મેળવી લેવા અનુરોધ કરાયેલ છે.

અબતક  સાથેની વાતચીતમાં તૃપ્તિબેન જોષીએ જણાવ્યું હતું કે રાજરાજેશ્ર્વર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજીક ઉત્કર્ષ માટે છેલ્લા પંદરેક વર્ષથી પ્રતિ વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓના સરસ્વતિ સન્માન અને નારી રત્ન એવોર્ડ કાર્યક્રમ તેમજ જીવન લક્ષી સેમીનાર જેવા કાર્યક્રમો તેમજ યુવક-યુવતિના પસંદગી સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

સંસ્થા દ્વારા પસંદગી સંમેલન માટે નિયત કરાયેલ ફોર્મમાં યુવક-યુવતિનું પુરુ નામ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, માસિક આવક, વજન, ઉંચાઇ, સંપર્ક નંબર, માતા-પિતાનું પુરુ નામ, કુટુંબના સભ્યોની વિગત વગેરે માંગવામાં આવેલ છે.

આ પસંદગી સંમેલન માટે ફોર્મ મેળવવા તથા ફોર્મ ભરીને પરત કરવા માટે બ્રહ્મસંગમ કાર્યાલય, 21/22 ન્યુ જાગનાથ સ્પેસ કોમ્પ્લેક્ષ બીજા માળે, રોયલ  કેસર એપાર્ટમેન્ટની સામે, રાજકોટ (ફોન નં. 0281-2463247) કાર્યાલયનો સમય સવારે 10 થી 1 અને સાંજે પ થી 8 દરમિયાન સંપર્ક કરવો છે.

આ પસંદગી સંમેલનના સફળ આયોજન માટે સંસ્થાના ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, મહામંત્રી ધીરુભાઇ મહેતા તથા ક્ધવીનર લલીતભાઇ ધાંધીયા તથા સહક્ધવીનર ભુપતભાઇ મહેતા,  ગોરધનભાઇ બામટા, તૃપ્તિબેન જોશી, યોગેશભાઇ મહેતા, નરેશભાઇ મહેતા, વગેરેના માર્ગદર્શન હેઠળ આયોજન સમીતી ના સતીષભાઇ તેરૈયા, રમેશભાઇ રવિયા, જયેશભાઇ જોશી, ઇલાબેન જોશી, જયશ્રીબેન મહેતા, જાગૃતિબેન મહેતા, રેખાબેન મહેતા, ગીજુભાઇ જોશી, રમેશભાઇ મહેતા, જયેશભાઇ દવે, પ્રવીણભાઇ સાંકળિયા, અનિલભાઇ જોશી, મનીષભાઇ બામટા, પ્રજ્ઞેશભાઇ મંડિર તથા મહેન્દ્રભાઇ જોશી વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.