- પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી પ્રશાસનની પ્રશંસનીય કામગીરી
- દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓને લાઈફ જેકેટનું વિતરણ
- ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પો. દ્વારા રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરાયું
- અમારી સુરક્ષાની ચિંતા કરવા બદલ તંત્રનો આભાર : પદયાત્રી મહિલા
દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જામનગર પ્રશાસનની પ્રશંસનીય કામગીરી ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
અમારી સુરક્ષાની ચિંતા કરવા બદલ તંત્રનો આભાર : પદયાત્રી મહિલા
જામનગર જીલ્લા સહીત અન્ય જીલ્લાઓમાંથી હોળી-ધુળેટીના પર્વ નિમિતે પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા છે. રાત્રીના સમયે હાઈવે પર ઘણા યાત્રીઓ પગપાળા જઈ રહ્યા હોય છે. વાહનચાલકોને તેઓની ઓળખ થાય અને અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જામનગર જીલ્લા પ્રસાશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે. જામનગરમાં બેડ ટોલ નાકા પાસે આજે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રીફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને તેના ફાયદા વિષે યાત્રીઓને સમજુતી પણ આપવામાં આવી હતી.
દ્વારકા પગપાળા જઈ રહેલા મહિલા જણાવે છે કે, રાત્રીના સમયે અકસ્માત થવાનો ભય રહે છે. પરંતુ જીએસઆરડીસી દ્વારા અમને લાઈફ જેકેટ અને રીફ્લેક્ટર લગાવી આપવામાં આવ્યા છે. જેનાથી રાત્રીના સમયે તે ચમકે છે અને વાહનચાલકો દુર રહે છે જેથી અકસ્માતનો ભય રહેતો નથી.
અહેવાલ : સાગર સંઘાણી