Abtak Media Google News

એક હી અવાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબોને માસ્ક વિતરણ કરી તેમજ મીઠાઈ વિતરણ કરી બકરી ઈદની સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉજવણી સંસ્થાના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાર્યાલય પાસે કરવામાં આવી હતી. પ્રારંભે સંસ્થાના અધ્યક્ષ કાસમભાઈ ચાકીએ સૌને ઈદ મુબારક પાઠવી કચ્છની કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓને બિરદાવી હતી.

ગુજરાત વકફ બોર્ડના ડાયરેકયર આમદભાઈ જત, માનવજ્યોતના પ્રબોધ મુનવર, ભાજપ લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ જાવેદભાઈ ક્કલ, અકબરભાઈ ખોજા, અનવરભાઈ શેખ, સંતોષી માતા મંદિરના પૂજારી તથા નેણશીભાઈ કતીરા, બાબુભાઈ પાનવાળા, રમેશભાઈ, હનીફભાઈ જત, દિપક જોશી વિગેરેના વરદ્ હસ્તે ગરીબોને માસ્ક તથા મીઠાઈ પેકેટ વિતરણ કરવામાં આવેલ અને દરેકને ઈદ મુબારક પાઠવવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન કાસમભાઈ એન.ચાકીએ જ્યારે આભારવિધિ ઝહીર સમેનીએ કરેલ. વ્યવસ્થામાં વારીસ પટણી તથા કાર્યકરોએ સહકાર આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.