જીલ્લા ભાજપ દ્વારા બહેરા-મૂંગા શાળા અને જસાણી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના બાળકોનેપ્રોટીન પાવડરનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાનું સતાયું વર્ષમાં પ્રવેશ થતા

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચના અનુસાર અને રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સેવા, ત્યાગ અને સમપર્ણ ભાવથી ભારતને વૈશ્વિક ગૌરવ અપાવનાર વડનગરના પનોતા પુત્ર અને ભારતવર્ષના યુગપુરુષ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી નામાતૃ હીરાબા તા.18ના રોજ સતાયુમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિરાણી બહેરા મૂંગાશાળા અને જસાણી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના બાળકોને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના માર્ગદર્શનહેઠળ તેમજ મહામંત્રી  મનસુખભાઈ રામાણીની ઉપસ્થિતિમાં પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે રાજકોટજીલ્લા ભાજપ યુવા ભાજપ પ્રમુખ સતીશભાઈ શિંગાળા, જીલ્લા પ્રેસ મીડિયાઇન્ચાજ  અરુણભાઈ નિર્મળ,જીલ્લાયુવા ઉપપ્રમુખ  ગૌતમભાઈ બારસીયા, દર્પણભાઈ બારસીયા,  ડો.મનોજભાઈ કાછડીયા,   દિનેશભાઈ વીરડા,  જયેશભાઈ પંડ્યા,  નેવિલભાઈ શિંગાળા,  હેપીનભાઈ  રૈયાણી,  અજીતભાઈ ગમારા, શ્રી અલ્પેશભાઈ અગ્રાવત,  વિવેકભાઈ સાતા સહીતના બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાળકોને પોષણ યુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણ સ્થિતિમાં સુધારો લાવવાનો તેમનો ઉદ્દેશ છે.ગુજરાતમાં બાળકોનું સ્વાસ્થ્ય સુદઢ બનાવવા પ્રોટીન પાવડર વિતરણ કરવામાં આવ્યું.બાળકોને પોષણ યુક્ત આહાર મળે તે માટે રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું. માતુ હીરાબાનું જીવન નિરોગી રહે અને લાંબુ આયુષ્ય તેમજ તંદુરસ્તી સારી રહે એવી રાજકોટ જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો પ્રાર્થના કરી હતી.