દિવાળી પર્વ નિમિતે ‘શેર વીથ સ્માઇલ’ NGO દ્વારા વિધવા બહેનો અને બાળકોને રાશન કીટનું વિતરણ

શાળા નં.47માં અયોધ્યા નગરીને આબેહુબ તાદ્રશ્ય કરવામાં આવી

રાજકોટ સ્થિત સરકારી શાળા નં.47માં ‘શેર વીથ સ્માઇલ’ની ટીમ દ્વારા વિધવા 100થી વધુ વિધવા બહેનો, જરૂરીયાતમંદ બાળકો તથા ભુલકાઓને અનાજ કીટનું વિતરણ કરાયું, સાથે સાથે ફટાકડા, કપડાં તથા જરૂરી વસ્તુઓનું એનજીઓ દ્વારા વિતરણ કરાયું હતું.

એનજીઓના પ્રેસિડન્ટ કપિલ પંડ્યા તથા સહભાગીદારો અને સભ્યો દ્વારા તમામ કાર્યક્રમની કામગીરી હાથ ધરાઇ હતી. આ કાર્યક્રમ અંતર્ગત ભુલકાઓ દ્વારા રામ-સિતા ભગવાનની વાર્તાઓ તથા તેઓ વેશ-ભુષા સાથેની કહાની પુસ્તૃત કરાઇ હતી અને ધાર્મિક માહોલમાં અયોધ્યા નગરીને આબેહુબ ઉભી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ધર્મેન્દ્રસિંહ રાણા અને શિવલાલભાઇ બારસીયા (આપના અગ્રણી) જેઓએ રામ ભગવાનનું પૂજન કર્યું હતું ત્યારબાદ સમસ્ત વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આમ એનજીઓ દ્વારા અનેક જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો. જે દિવાળી પર્વને યાદગાર બનાવી આપી હતી અને તમામ જરૂરીયાતમંદને તહેવારની ઉજવણીના ભાગરૂપે લાભ અપાયો હતો.