શાસક પક્ષના સભ્યોના વિરોધ વચ્ચે જિલ્લા પંચાયતનું બજેટ સામાન્ય સભામાં મંજુર

budget
budget

જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી: ખેતી, પશુપાલન અને આરોગ્યલક્ષી બાબતોને બજેટમાં અગ્રીમતા: ડિરેકટર બી.એમ.પ્રજાપતીની ઉપસ્થિતિ

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના વિરોધ વચ્ચે જિલ્લા પંચાયતનું રૂ.૧૦.૯૫ કરોડનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું. તેમજ બજેટમાં ખેતી, પશુપાલન અને આરોગ્યલક્ષી બાબતોને અગ્રીમતા આપવામાં આવી હોવાનું સામાન્ય સભામાં નકકી થયું છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ વિરાણીની અધ્યક્ષતામાં આજે મળેલી ખાસ સામાન્ય સભામાં રૂ ૧૦.૯૫ કરોડનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું. ડિરેકટર બી.એમ.પ્રજાપતિ પણ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના સભ્યો ચંદુભાઈ શીંગાળા સહિતનાઓએ બજેટની તારીખ અંગે વિરોધ વ્યકત કર્યો હતો. સભ્યદીઠ ૨.૮૦ લાખની ગ્રાન્ટ આપવાની વાતને વિપક્ષના મહિલા સદસ્યએ ખોટી ગણાવી ૧૨ લાખની ગ્રાન્ટ આપવાની બાબતને લોલીપોપ સમાન બનાવી હતી.  બજેટમાં વ્યકિતગત સ્કીમ આપી શકાય નહીં. જે-તે સ્કીમ સમુહલમાં આપવાનું નકકી કરાયું હતું. જિલ્લા પંચાયતના ૧૦.૯૫ કરોડના બજેટમાં ખેતી, પશુપાલન અને આરોગ્યલક્ષી બાબતોને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૩મી જાન્યુઆરીએ મળેલી સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. તેમજ રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૧૬-૧૭નું સુધારેલુ અને ૨૦૧૭-૧૮નું અંદાજપત્ર મંજુર કરાયું હતું.

સામાન્યસભામાં આવક-ખર્ચના વિવરણ પત્ર પણ અને જિલ્લા પંચાયતની સ્વભંડોળ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.  રાજકોટ જિલ્લા પંચાયતનાસભાખંડમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ નિલેશભાઈ વિરાણી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા પંચાયતની વિકાસલક્ષી બાબતો અને સમીતીઓની રચના કરવા મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.