Abtak Media Google News

કોઈપણ મીડિયા મારફત અફવા ફેલાવવી ગુનો ગણાશે: રમત-ગમત સંકુલો, સ્ટેડિયમ ખોલાશે પણ દર્શકો માટે નહીં: મેળાવડા, કાર્યક્રમ નહીં કરવાની શરતે ધાર્મિક સ્થળો ચાલુ રાખી શકાશે: કલેકટર

કોરોનાની મહામારીને અટકાવવા માટે અનલોક-૪ અન્વયે રાજકોટ કલેકટર રેમ્યા મોહને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ક્ધટેન્ટમેન્ટ ઝોન, માઈક્રો ક્ધટેઈન્મેનટ ઝોન સહિતના સમગ્ર વિસ્તારોમાં કરેલા હુકમોની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે.

સત્તાધિકારીઓની પરવાનગી વગર ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવું નહી. કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન કરવું નહી. ગ્રામ્ય જિલ્લાના વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓએ કે તેની આસપાસના વિસ્તારોમાં કે અન્ય જાહેર રોડ-રસ્તાઓ પર ઘરણાં કે આંદોલન કરવા નહીં તેમજ લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવાની રહેશે. ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરેલ વિસ્તાર તેમજ ભવિષ્યમાં ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તો તે વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના ૭ વાગ્યા થી રાત્રીના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે.

તમામ પ્રકારની શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને કોચીંગ સંસ્થાઓ બંધ રહેશે. વહીવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે, ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખી શકાશે.  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ જઘઙ મુજબ તા.૨૧/૦૯/૨૦૨૦ પછી ક્ધટેન્મેન્ટ ઝોનનીબહાર શૈક્ષણીક સંસ્થાએામાં ૫૦ ટકા શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઇન શિક્ષણ/ ટેલીકાઉન્સીલીંગ માટે બોલાવી શકાશે.

તા.૨૧/૦૯/૨૦૨૦ પછી ધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ શિક્ષકો પાસે માર્ગદર્શન મેળવવા સ્વેચ્છાએ તેઓની શાળાની મુલાકાત લઇ શકશે. પરંતુ તેમાં વાલીઓની પુર્વમંજૂરી આવશ્યક રહેશે.

હોટલ, કલબો,  રેસ્ટોરન્ટ, ભોજનાલયો, મોલ અને મોલમાં આવતી તમામ દુકાનો એસ.ઓ.પી. મુજબ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ખુલ્લા રહેશે. રેસ્ટોરન્ટ અને ભોજનાલયો રાત્રીના ૨૩/૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.

જીમ અને યોગા કલાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એસ.ઓ.પી. મુજબ ચાલુ રાખી શકાશે. લાયબ્રેરી ૬૦ ટકાની કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.  નાટયગૃહ, સાંસ્કૃતિક થીયેટર કાર્યક્રમો, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્વીય સ્થળો, પર્યટન સ્થળો, એમ્યુઝમેન્ટ પાર્ક, સીંગલ સ્ક્રીન  અને મલ્ટી સ્ક્રિન સીનેમાઘરો અને મલ્ટીપ્લેકસ વગેરે  સ્થળો જાહેર જનતા બંધ રહેશે. રમતગમત સંકુલો અને સ્ટેડીયમ ખોલી શકાશે પરંતુ દર્શકો માટે બંધ રહેશે.

તમામ ઘાર્મિક સ્થળો કોઈપણ જાતના મેળાવડા કે કાર્યક્રમ નહીં કરવાની શરતે ચાલુ રાખી શકાશે. સામાજીક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે અન્ય જાહેર જગ્યાઓએ મોટી સંખ્યામાં માણસો ભેગા થતા હોય તેવી તમામ પ્રવૃતિઓ વધુમાં વધુ ૧૦૦ માણસો સાથે તા.૨૧/૦૯/૨૦૨૦થી આયોજન કરી શકાશે. આવી પ્રવૃતિ દરમયાન સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસક તથા સેનેટાઇઝરનો ફરજયાત પણે ઉપયોગ કરવાનો રહેશે.

દફનવિધિ કે અંતિમ સંસ્કારમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે અને આવા પ્રસંગે ૨૦થી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. લગ્નના કિસ્સામાં વર-ક્ધયા પક્ષના વ્યક્તિઓ તથા વિધિ કરનાર સહિત વધુમાં વધુ પચાસ વ્યક્તિઓથી વધુ એકઠા થઇ શકશે નહીં.

કોઈપણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાયરસ અંગે ખોટી અફવા માહિતી કોઈપણ પ્રકારના મીડિયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણો અને તેમની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ નાગરિક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર દેશમાંથી આવ્યો હશે તો તેમણે નજીકની સરકારી હોસ્પિટલ અથવા શહેર/જિલ્લાના કંટ્રોલરૂમ અથવા હેલ્પ લાઈન નં.૧૦૪ પર આ અંગે ફરજિયાતપણે જાણ કરવાની રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ,૧૯૫૧ની કલમ-૧૩૫,૧૩૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.