Abtak Media Google News

કોરોના સંક્રમણના સમયમાં કોવીડ પોઝીટીવ દર્દીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન અને તેમના પરિવારજનોને માનસિક હૂંફ મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. હુડ્ડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ તા. 1 લી મે થી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

જિલ્લા-તાલુકા કક્ષાએ હેલ્પ લાઈન શરૂ કરાઈ

જે અન્વયે જિલ્લા કક્ષાએ નાયબ ચીટનીશના મો. 90544 82108 નંબર ઉપર તેમજ તાલુકા કક્ષાએ ચુડા તાલુકા માટે ડો. સંદિપ ટાંક મો. 90545 19108, ચોટીલા તાલુકા માટે અમીત માથકીયા મો. 90545 24108, ધ્રાંગધ્રા તાલુકા માટે ડો. ઉર્વીશ બારડ મો. 90545 37108, લખતર તાલુકા માટે ડો. વિપુલ પટેલ મો. 90545 57108, લીંબડી તાલુકા માટે ડો. વૈભવ ગેલાણી મો. 90545 94108, મુળી તાલુકા માટે ડો. હિના રાજદેવ મો. 90545 73108, પાટડી તાલુકા માટે ડો. અજય મકવાણા મો. 90545 82108, સાયલા તાલુકા માટે ડો. સોનલ પરમાર મો. 90545 83108, થાનગઢ તાલુકા માટે ડો. રમણીક સોનાગરા મો. 90545 84108 અને વઢવાણ તાલુકા માટે તેજલબેન સંઘવી તથા આશાબેન સુમેરા મો. 90545 89108 નંબર ઉપર જે કોવીડ પોઝીટીવ દર્દીઓ ઘરે રહીને સારવાર લઈ રહયાં છે તેવા દર્દીઓ કે તેમના પરિવારજનો સવારના 8-00 થી રાત્રીના 8-00 કલાક દરમિયાન તેમને મુંજવતા પ્રશ્નો પૂછી માર્ગદર્શન અને જરૂર પડયે સારવાર પણ મેળવી શકશે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને સમયાંતરે સામેથી કોલ કરી તેમની તબીયત બાબતે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પણ પૂરુ પાડવામાં આવી રહયું છે. જેને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લાના હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહેલા તમામ દર્દીઓ – તેમના પરિવારજનોને જરૂર જણાયે તુરંત જ ઉક્ત હેલ્પલાઈન ઉપર સબંધિત વિસ્તારના આરોગ્યના અધિકારી – કર્મચારીઓનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.