Abtak Media Google News

કાર અથડાવા જેવી બાબતે પોલીસ જાપ્તામાં આવેલા બે-કોન્સ્ટેબલના વર્તુળકથી વકીલોમાં નારાજગી

કોર્ટમાં પ્રાઇવેટ કારમાં કેદી સાથે આવેલા પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ થતા કાયદાના નિષ્ણાંતો વચ્ચે સરા જાહેર જીભાજોડી થતા કોટ૪ પરિસરમાં ચકચાર મચી ગઇ છે. પોલીસ અને વકીલો વચ્ચે થયેલી બબાલ બાદ બંને પક્ષે સમાધાનના પ્રયાસો થયા હતા પરંતુ વકીલોએ પણ પોલીસને પાઠ ભણાવવાના મુડ સાથે ડીસ્ટ્રીક જજને ૧૦૦થી વધુ એડવોકેટની સહી સાથે લેખિત રાવ કરી હતી જેમાં જજએ ડિસીપીએ બે દીવસમાં તપાસ કરી રિપોર્ટ સોપતા તાકીદ કરી  છે. પોલીસમેન ભૂપેન્દ્રસિંહ જનકસિંહ વાઘેલા અને યશપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા કેદીઓને ખાનગી કારમાં લઇને કોર્ટે આવ્યા હતા. ત્યારે એડવોકેટ તુષાર ગોકાણીની કાર સાથે કોર્ટ કમ્પાઉનમાં જ અથડાતા બંને પોલીસમેને એડવોકેટ તુષાર ગોકાણી સાથે અસભ્ય વર્તન કરી જીભાજોડી કરી હતી. ત્યારે વકીલો પણ કેદીઓને પ્રાઇવેટ કારમાં રજુ કરવાની સગવડ આપો છો અને લાજવાને બદલે ગાજો છો તેવું બંને પોલીસને સ્પષ્ટ રીતે મોઢે સંભળાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ મામલો થાળે પાડવા કોર્ટે દોડી આવ્યા હતા ત્યારે ૧૦૦થી વધુ એડવોકેટ દ્વારા સહી કરી બંને પોલીસ સામે કડક કાર્યવાહી કરવા માટેની માગણી સાથે ડીસ્ટ્રીક જજ ગીતા ગોપીને લેખિત રાવ કરી છે. ડીસ્ટ્રીક અદાલતમાં વકીલોની અરજીની અરજન્ટ સુનાવણીમાં ન્યાયધીશએ ડીસીપીને બે દિવસમાં તપાસનો રિપોર્ટ સોપતા તાકીદ કરી છે.

પોલીસ અને વકીલ વચ્ચે થયેલા ઘર્ષણ બાબતે બાર એસો.ની જેસીપીને રજુઆત

ડીસ્ટ્રીકટ કોર્ટ કમ્પાઉન્ડમાં કેદી પાર્ટીમાં ખાનગી કાર લઇને આરોપીને કોર્ટમાં લઇને આવેલા કોન્સ્ટેબલની કાર દ્વારા વકીલની કાર સાથે અથડાવી નુકશાન કરવા બાબતે થયેલા ઘર્ષણમાં આજે રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઇન્દુભા ઝાલા, રક્ષીત કલોલ, કેતન મંડ, પંકજ દોંગા, કૈલાસ જાની:, વિજય રેયાની, અજયભાઇ પીપળીયા, ધર્મેશ સખીયા , કોમલ રાવલ, ઇસ્માઇલ પરાશરા, પીયુષ સખીયા સહીતના હોદેદારોએ નાયબ પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદને રુબરુ મળી કોર્ટમાં બનેલી ધટનામાં કડક કાર્યવાહી કરવા રજુઆત  કરી હતી. આ બાબતે જેસીપીએ તપાસ માં દોષીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.