Abtak Media Google News

ત્રણ એજન્સીઓને છ માસ માટે રાજકોટ જીલ્લા પુરતી બ્લેકલીસ્ટ કરાઇ: નવી મેજ ડાયરીનું વિમોચન

પ્રથમ બેઠકમાં હાજરી આપતા જીલ્લા વિકાસ અધિકારી એન.રાણાવસીયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું

રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી સમીતીની બેઠક આજરોજ ચેરમેન અર્જુનભાઇ ખાટરીયાના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં રૂ ૧૦.૧૭ કરોડના વિકાસ કામોને મંજુરી તેમજ ત્રણ એજન્સીઓને છ માસ માટે રાજકોટ જીલ્લા પુરતી બ્લેકલીસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન વર્ષ ૨૦૧૮-૧૯ ની મેજ ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી સમીતીની બેઠકમાં જીલ્લાના રોડ-રસ્તાના ‚રૂ ૧૦૧૭.૬૮ લાખના કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. ઉપરાંત રૂ ૧૭૩૪.૮૮ લાખના ૯ કામોની મુદતમાં વધારો મંજુર કરવામાંઆવ્યો હતો. આ સાથે રાજકોટની પાયોનીયર ઇન્ફ્રાસ્ટકચર, વડવાજડીની આર.કે. ડેવલોપર્સ અને શીવરાજગઢની નટરાજ કસ્ટ્રકશન આમ કુલ ૩ એજન્સીઓને છ માસ પુરતી બ્લેકલીસ્ટ કરવામાં આવી છે. જેથી ત્રણેય એજન્સીઓ રાજકોટ જીલ્લામાં છ મહીના સુધી કોઇ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહી. જીલ્લા પંચાયત દ્વારા ત્રણેય એજન્સીઓની ડિપોઝીટ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

કારોબારી સમીતીની બેઠકમાં જીલ્લા પંચાયત રાજકોટની મેજ ડાયરી વર્ષ ૨૦૧૮-૧૯ નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ડાયરીમાં તમામ ગામના સરપંચો અને તલાટી મંત્રીઓના ફોન નંબરનો ઉમેરો કરવામાં આવ્યો છે.

પ્રથમ કારોબારીમાં હાજરી આપતા જીલ્લા વિકાસ અધિકારી એન. રાણાવસીયાનું કારોબારી સમીતીના ચેરમેન અર્જુનભાઇ ખાટરીયા અને સભ્યોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.