ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરતા જિ લ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર

58 થી વધુ ગરબી મંડળની 3250 જેટલી બાળાઓને જીવનચરિત્રના પુસ્તકો અને લહાણીનું વિતરણ કરાયું

નવરાત્રી પર્વ હિન્દુ ધર્મ માટે ઘણો મહત્વનો તહેવાર છે. આ પવિત્ર અવસર પર માં અંબેના નવરૂપની બાળાઓ આરાધના કરવામાં આવે છે. વેદ પુરાણમાં અંબે માંને શક્તિનું રૂપ માનવામાં આવેલું છે અને નવરાત્રી દરમિયાન આ શક્તિનું સ્વરૂપ ગરબે રમતી બાળાઓમાં સાક્ષાત જોવા મળે છે, હાલ અર્વાચીન ગરબાની વચ્ચે આજે પ્રાચીન ગરબીઓમાં રમતી બાળાઓના અવનવા ગરબા જોવા પણ એક અલગ લહાવો છે. બાળાઓ જાણે માતાના ખોળામાં ખૂંદતી હોય એવાં દૃશ્યો જોવા મળે છે.

આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી   માં ભગવતીના આરાધના પર્વ  નવરાત્રી દરમિયાન માં આદ્યશક્તિ ની આરાધના કરી રહ્યા છે ત્યારે માતાજીના આ સાક્ષાત સ્વરૂપને વંદન કરવાનો લાહવો રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે લીધો છે,રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતી ગરબી મંડળની બાળાઓને ભુપતભાઇ બોદરે લાહણી વિતરણ કર્યું છે,58 થી વધુ ગરબી મંડળની 3250 થી વધુ બાળાઓને મહારાણી  લક્ષ્મીબાઇ સહિતના 4 જેટલા જીવનચરિત્રના પુસ્તકો અને લહાણી વિતરણ કરવામાં આવ્યું છે,આ તકે પ્રમુખ  ભુપતભાઇ બોદરે પોતાને ભાગ્યશાળી ગણતા કહ્યું હતું કે 3250 થી વધુ સાક્ષાત માતાજીને વંદન કરવાનો લાવો મળવો તે ભાગ્યની વાત છે અને હું આ લાહવો લઇને ધન્યતા અનુભવુ છું.