- કરોડની પુરાંતયુકત બજેટમાં રાજકોટ જિલ્લાની પ્રજા ઉપર એકપણ રૂપીયાનો નવો કરબોજ લાદવામાં આવ્યો નથી: ચેરમેન પી.જી.ક્યાડા
- રાજકોટ જિલ્લા પંચાયતના વર્ષ 2025-2026નું રૂ.1091.64 કરોડનું બજેટ આજે કારોબારી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની જનતા ઉપર એકપણ રૂપીયાનો નવો કરબોજ લાદવામાં આવ્યો નથી.
જિલ્લા પંચાયતની કારોબારી સમીતીના અધ્યક્ષ પી.જી. કવાડાએ જણાવ્યું હતુ કે, સંભાળ્યા પછી બીજી વખત સને 2025-26નું બજેટ 1113 કરોડ પુરાંતવાળુ છે. ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી હિત ધ્યાને લઈ તૈયાર કરેલ બજેટમાં ગ્રામ્ય પ્રજા ઉપર કોઇપણ જાતના નવા કરવેરા નાખવામાં આવેલ નથી
રાજકોટ જિલ્લા પંચાયત માં સરકાર તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલ જોગવાઇની રકમો જિલ્લાનાં પ્રજાજનોનાં કલ્યાણ/ઉત્કર્ષ/પ્રગતિ માટે વપરાય તેવી અભ્યાર્થના સાથે સમિતિ સમક્ષ આ બજેટ રજુ કરૂ છું. રાજકોટ જિલ્લા પંચાયતનું સને 2024-25ના સુધારેલ અંદાજપત્રમાં કુલ રૂ 958.60 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂ.21.93 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લા પંચાયતનું સને 2025-26ના અંદાજપત્રમાં રૂ 1091.64 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂ.22 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
વિકાસનાં કામો માટે 10 કરોડ 80 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
વિચરતી -વિમુકત જાતીના દિકરા-દિકરી માટે શિક્ષણ સહાય માટે 20 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્ત આહાર પુરો પાડવા માટે 32 લાખની જોગવાઇ કરવામાં આવી છે
સર્ગભા માતાઓની ચકાસણી અને સારવાર અંગે તથા થેલેસેમીયા અને સિકલસેલ એનીમિયા સારવાર અંગે સહાય માટે 10 લાખની જોગવાઈ કરાય છે.
ઇન્ફન્ટ બેબી વોર્મર,સેલ કાઉન્ટર,ગ્લુકોમીટર, આરોગ્યલક્ષી સાધન સામગ્રી, સર્જીકલ સાધનો અને રીએજન્ટ નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેનાં જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃત્તિ માટે 18 લાખની જોગવાઈ કરવામાં આવે છે
જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ થયેલા પ્રતિ સૈનિકના પરીવારને રૂ.2 લાખ ચુકવવા 10 લાખની જોગવાઇ કરવામાં આવે છે.
જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના પંચાયત સેવાના વર્ગ -3 તથા વર્ગ-4 ના જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ સિવાયના (પ્રાથમિક શિક્ષકો અને કેળવણી નિરીક્ષક તથા શાળાઓ હસ્તકનો સ્ટાફ) કર્મચારીઓને ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં નાણાકીય સહાય ચુકવવા પ્રતિ સ્વ. કર્મચારીના કુટુંબ દીઠ 1 લાખ ચુકવવા 10 લાખની જોગવાઇ કરવામાં આવે છે.
તળાવો અને બંધારાની નહેરો અને તેના દેખરેખના કામો માટે 35 લાખની જોગવાઇ કરવામાં આવે છે.
વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષા ના કામો માટે 25 લાખની જોગવાઇ કરવામાં આવે છે.
પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો, આધુનિક ટેકનોલોજીના પ્રશિક્ષણ અંગેના કાર્યક્રમો માટે 7 લાખની જોગવાઇ કરવામાં આવે છે
શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે 5 લાખની જોગવાઈ અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસુચિત જાતીના સર્વાંગી વિકાસ માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવે છે. બજેટને સામાન્ય સભામાં મંજુર આપવામાં આવી હતી.