સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી, ભાવનગર દ્વારા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તાલુકા/ઝોન અને જિલ્લાકક્ષા સ્પર્ધામાંથી વિજેતા થયેલ ક્રમ 1 થી 8માં જે ખેલાડી અંડર 9 અને 11 વય જુથના હોય તેમની પસંદગી કરવામાં આવી હતી.
આ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષા “ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન” બેટરી ટેસ્ટ કાર્યક્રમનું આયોજન તા. 11 માર્ચ 2025ના રોજ બહેનો માટે તેમજ તા. 12 માર્ચ 2025ના રોજ ભાઈઓ માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં તા. 11 માર્ચ 2025 ના રોજ કુલ 269 બહેનો અને તા. 12 માર્ચ 2025ના રોજ કુલ 303 ભાઈઓ અને 9 બહેનો ટેસ્ટ આપવા માટે હાજર થયા હતા. બે દિવસ દરમ્યાન કુલ 608 ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો.
આ આયોજન દરમ્યાન ખેલાડીને કોઈ જાનહાનિ ન થાય તે માટે મેડિકલ ટીમ, 108 સેવા, ફાયર ટીમ તેમજ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેલાડી સાથે આવનાર વાલીઓ માટે બેઠક વ્યવસ્થા તેમજ જરૂરી આનુસાંગીક વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવસ દરમ્યાન ખેલાડીને પોષ્ટિક આહારમાં સવારે નાસ્તો, લીંબુ પાણી અને બપોરે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ખેલાડીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ભાવનગર જિલ્લા ખાતે ફરજ બજાવતા તમામ કોચ, ઇનસ્કૂલ ટ્રેનર, વોલેન્ટીયર્સ અને કચેરી સ્ટાફ દ્વારા ખૂબ જ સરસ અને સરળ કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ વડી કચેરીથી ફરજ પર આવનાર નોડલ ઓફિસર અને કસોટી ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : આનંદસિંહ રાણા