દીવ કલેક્ટર દ્વારા સરકારી કાર્યક્રમોમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવા બાબતે પરિપત્ર બહાર પાડયો

બીજી ઓકટોબરી સમગ્ર રાજ્યમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ કડકાઇથી અમલમાં આવશે, એવી મુખ્યમંત્રીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી. અને ઉમેર્યું હતું કે ભવિષ્યની પેઢી માટે આ એક પગલું સમયોચિત સાબિત થશે.

કલેક્ટર સલોની રાય એ એક પરિપત્ર જાહેર કર્યો જેમાં સરકારી કાર્યક્રમોમાં પ્લાસ્ટીક બોટલો ઉપર પ્રતિબંધનું પાલન કરવા આદેશ આપ્યો. ૧૫મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી એ ભારત દેશને પ્લાસ્ટિકના કચડાથી મુક્ત કરવા સંકલ્પ કરેલ છે જેથી પર્યાવરણને બચાવી શકાય. જેથી વડાપ્રધાનનો સંકલ્પ પૂર્ણ કરવા  પ્રશાસક પ્રફુલ  પટેલના માર્ગદર્શનમા કલેક્ટર સલોની રાય એ દીવમાં પ્લાસ્ટીક બંધ કરવા અને પ્લાસ્ટીક પ્રતિબંધ અભિયાનને સફળ બનાવવા દીવ જિલ્લાની જનતાનો સહકાર પણ માંગ્યો છે