દીવનો કાલે ૫૯મો મૂકિતદિન : શાનદાર ઉજવણી કરાશે

શહિદોને શ્રધ્ધાંજલી, ધ્વજવંદન, વિવિધ સ્પર્ધા, આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના અનેકવિધ આયોજનો

દિવ વાસીઓ  ૧૯મી ડિસેમ્બર ના  રોજ  ૫૯ મા મુક્તિ દિનની શાનદાર ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે ત્યારે સમગ્ર દિવ  જિલ્લાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. આજનો દિવસ દિવ નિવાસીઓ માટે સોનાના સુરજ ઉગવા સમાન છે.

૧૯ ડિસેમ્બર ૧૯૬૧ ના રોજ દીવ દમણ પોર્ટુગલ શાસનની ચુંગાલમાંથી મુક્ત થયું હતું આથી આ દિવસને દીવ વાસીઓ મુક્તિ દિન તરીકે ઉજવે છે આ દિવસ દિવ વાસીઓ માટે ખુબજ મહત્વનો દિવસ છે.આ દિવસે દીવ પ્રશાસન દ્વારા સરકારી બિલ્ડીંગો હોટલનો માલિક દ્વારા હોટલો દિવના લોકો પોતાના ઘરને દુલ્હનની જેમ શણગારે છે અને આ દિવસને ઉજવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

દીવમાં ૧૯ ડિસેમ્બર મુક્તિ દિન ની ઉજવણી દીવ જિલ્લા કલેકટર ના નેતૃત્વ અને માર્ગદર્શન માં થવા જઈ રહી છે આ પ્રસંગે કલેકટર સલોની રાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેવ મુક્તિ દિન ની ઉજવણી ખૂબ જ ભવ્ય અતિ ભવ્ય રીતે કરવામાં આવશે ઉજવણી દરમિયાન બે દિવસનો રાત્રીનો કાર્યક્રમ ઘોઘલા  જેટી ઉપર કરવામાં આવશે. આ અંતર્ગત  દિવ વાસીઓ માટે અનેક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દીવ પ્રશાસનના તમામ અધિકારીઓ નો પૂરેપૂરો સાથ સહકાર મળી રહેશે. તારીખ ૧૯ ડિસેમ્બરના રોજ સવારે શહીદ સ્મારક ઉપર સહીદો ને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવશે ત્યારબાદ પદ્મભૂષણ કોમ્પલેક્ષ ખાતે ના હસ્તે ધ્વજ વંદન રાષ્ટ્રગીત બાદ પ્રશાસક નો સંદેશો વાંચી ને સંભળાવવામાં આવશે સંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.તેમજ લોકોના મનોરંજન માટે રાત્રિના ૭:૦૦ આતશબાજીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ ગુજરાતી ડાયરાનું પણ આયોજન કર્યું છે જેની અંદર કલાકાર તરીકે ગીતા રબારી વિજય સુવાળા રાકેશ બારોટ ઉમેશ બારોટ દિવયા ચૌધરી અને વીજુડી કોમેડીયન ટીમ ની આમંત્રિત કરવામાં આવ્યા છે. તારીખ  ૨૦ ના રોજ પ્રખ્યાત બોલીવુડ  સિંગર કનિકા કપૂર મ્યુઝિકલ નાઈટ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

૧૯ડિસેમ્બર મૂકી દિનની ભવ્ય ઉજવણી દીવ કલેક્ટર સલોની રાય  એસપી હરેશ્વર સ્વામી ડીવાયએસપી રવિન્દ્ર શર્મા ડેપ્યુટી કલેક્ટર સિંહ ચીફ એજ્યુકેટેડ ઓફિસર્સ વૈભવની ખારી મામલતદાર ચંદ્રહાસ રાજા ફીજ ૨૦ અધિકારી શુકર આંજણી ટુરીઝમ અધિકારી હિતેન્દ્ર બામણીયા મ્યુનિસિપાલિટી પ્રમુખ હિતેશભાઈ સોલંકી ન્યૂ જિલ્લા પંચાયત હોટલ એસોસિયેશન ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.