શિક્ષણ સમિતિના શિક્ષકોએ ‘રકત સેવાદાન’ કરીને સેવાકિય ઉજવણી કરી

અબતક,અરૂણ દવે

રાજકોટ

મુખ્યમંત્રીના 65માં જન્મદિવસ અવસરે આજે રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રકલ્પો યોજાયા હતા. જેના ભાગ રૂપે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘ તથા શિક્ષકોની મંડળીના ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળી સંખ્યામાં શિક્ષકોએ રકતદાન કર્યું હતુ.

ગત વર્ષે 64માં જન્મદિવસે 64 રકત યુનિટ શિક્ષકોએ દાન કરેલું આ વર્ષે અનેરા ઉત્સવ સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા તથા શાસનાધિકારી કિરીટસિંહ પરમારના માર્ગદર્શન તળે શિક્ષકોએ 65 બોટલ રકતદાન કરીને ઉજવણી સાથે સેવાયજ્ઞ સંપન્ન કર્યો હતો.

આજે યોજયેલા રકતદાન કેમ્પમાં કોવિડ ગાઈડલાઈન અનુસારની સુંદર વ્યવસ્થા સાથે રકતદાન શિક્ષકોને આકર્ષક ગીફટ-મોમેન્ટો-સન્માન પત્રક મહેમાનોનાં વરદ હસ્તે અપાયા હતા. યુવા શિક્ષકો અનેરા ઉત્સાહ સાથે કેમ્પમાં જોડાયા હતા.

શિક્ષકોના આજનો સેવાયજ્ઞ અનોખો છે: શાસનાધિકારી કિરીટસિંહ પરમાર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ અવસરે શિક્ષકો દ્વારા અનેરો સેવા પ્રકલ્પ રકતદાન કેમ્પ યોજાયો હતો. જે સરાહનીય છે. કોઈકનું જીવન બચાવવા માટે શિક્ષકોએ આજે સેવાયજ્ઞ યોજયો હતો. તેમ શાસનાધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતુ.

શિક્ષણ સાથે સમાજ સેવામાં પણ શિક્ષકો
અગ્રેસર
હોય છે: દિનેશ સદાસીયા-શિક્ષક મંડળ પ્રમુખ

શિક્ષણ સાથે સમાજ સેવામાં પણ રાજકોટ શિક્ષણ સમિતિના શિક્ષકો હંમેશા અગ્રેસર હોય છે. ગત વર્ષે પણ મુખ્યમંત્રીના જન્મદિવસ અવસરે 64 અને આજે 65મા જન્મદિવસે 65 રકત યુનિટ રકતદાન કરીને અનોખી સેવા કરી છે.તેમ રાજકોટ શિક્ષક મંડળના પ્રમુખ દિનેશભાઈ સદાસીયાએ જણાવ્યું હતુ.