Abtak Media Google News

સ્થાનિક ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી તેનો વિરોધ દર્શાવી ફોર્મ ભર્યાનો દાવો કર્યો

દિવ્યાંગે ફોર્મ ભરતી વખતે રૂ.2000ના ચલણી સિક્કા ડિપોઝિટ માટે જમા કરાવ્યા

ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે ગ્રામપંચાયતની ચૂંટણી માટે દિવ્યાંગ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે રૂ.2000ના ચલણી સિક્કા ડિપોઝિટ પેટે જમા કરાવ્યા હતા.

ગોંડલ તાલુકામાં યોજાનાર 77 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ભાવેશ પ્રાગજીભાઈ ઘેટિયા નામના દિવ્યાંગે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ડિપોઝિટ માટે એક રૂપિયાના 2000 સિક્કા જમા કરાવ્યા હતા અને કહ્યું હતું કે, સ્થાનિક ગ્રામ પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. જેના વિરોધમાં તેઓએ ફોર્મ ભર્યું છે. ચલણી સિક્કાઓ સાથે દેરડી કુંભાજી માં દિવ્યાંગ ઉમેદવાર દ્વારા પ્રથમ દિવસે સરપંચનું ઉમેદવારે ફોર્મ ભર્યું હોય તાલુકાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.