જૂનાગઢ જીલ્લા ગ્રામ સેવક મંડળ દ્વારા દિવ્યાંગ બાળકોને રૂ.૫૧ હજાર એનાયત

seva mandar | junagadh
seva mandar | junagadh

જૂનાગઢ જીલ્લા ગ્રામ સેવક મંડળ દ્વારા જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાના ગ્રામ સેવક સંવર્ગ તથા વિસ્તરણ અધિકારી ખેતી આંકડા સહકાર સંવર્ગના કર્મચારીઓનું સ્નેહમિલન જૂનાગઢ ખાતે જૂનાગઢ જીલ્લા ગ્રામ સેવક મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં ત્રણેય જીલ્લાનાં ખેતીવાડી અધિકારીઓ વાઘમસી કાસુંદ્રા અને પરમાર હાજર રહેલ છેલ્લા ૨૦ વર્ષથી નિવૃત થયેલ ગ્રામસેવકો પરિવાર સાથે ૩૫૦ની બહોળી સંખ્યામાં હાજર રહેલ.

જૂનાગઢ ગ્રામ સેવક મંડળના પ્રમુખ મુકુન્દભાઈ હિરપરા, મંત્રી મૌલીક ગોસાઈ જીવાભાઈ ઓડેદરા, તથા લલીતભાઈ આરદેસણાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ તેમજ જૂનાગઢ તાલુકા ટીડીઓ એમ.ડી. ગોર આભાર વિધિ કરી તી.

ઉપરાંત વિજાપુર સ્થિત સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો માટે ગ્રામસેવક મંડળ તેમજ તમામ કર્મચારી ગણ તરફથી સંસ્થાને દિવ્યાંગ બાળકોની શ્રેષ્ઠ કામગીરી બદલ ૫૧૦૦૦ રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો.