Abtak Media Google News

બબ્બે સિસ્ટમો સક્રિય થતાં રાજ્યમાં જાણે ફરી ચોમાસુ સક્રિય થયું હોય તેવો માહોલ: દિવાળી બાદ પણ મેઘપ્રકોપ ચાલુ રહેતા પારાવાર નુકશાની: કેશોદમાં ૨ ઈંચ, જામકંડોરણા, ગોંડલ, કાલાવાડમાં ૧ ઈંચ વરસાદ

ચાલુ વર્ષે રાજ્યમાં મોડેથી પધરામણી કરનારા મેઘરાજાએ પાછોતરી જમાવટ બોલાવી હતી. જેના કારણે રાજ્યમાં છેલ્લા એક દશકાનો સૌી વધારે વરસાદ પડી ચૂકયો છે. નવરાત્રિ દરમિયાન વરસી ચૂકેલા મેઘરાજા રાજ્યના અનેક ભાગોમાં દિવાળીના તહેવારો પર પણ વરસ્યા હતાં.દિવાળી બાદ ભાઈબીજ અને ત્રીજના દિવસે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડયો હતો. રાજ્ય પર બે સાયકલોનિક અસરો એકઠી તાં આગામી બે દિવસ હજુ પણ છુટોછવાયો વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે જેથી ચાલુ વર્ષે દિવાલી ગયા બાદ પણ મેઘરાજા દિવાળી ગયા બાદ પણ મેઘરાજા ગુજરાતનો કેડો મુકવાના મુડમાં ન હોવાનું સ્પષ્ટ રહ્યું છે.

દિપોના તહેવાર ગણાતા દિવાળીના તહેવારો પર રાજ્યના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ નોંધાયા બાદ ભાઈબીજ અને ત્રીજા દિવસે પણ અમદાવાદ, કેશોદ, જામકંડોરણા, ગોડલ, કાલાવડ, પારડી, રાણાવાવ, કુતિયાણા, ભીલોડા, ધનપુર, દેવગઢ, બારિયા, હાંસોટ, માળીયા હાટીના, ધરમપુર, છોટા ઉદેપુર સહિતના સ્થાનો પર વરસાદ નોંધાયો હતો. આ બે દિવસોમાં ૨૬.૩ મીમી વરસાદ પડતા ચાલુ વર્ષે રાજ્યમાં ૧૧૭૬ મીમી વરસાદ પડયાનું નોંધાયું છે જે વર્ષ ૨૦૧૩માં પડેલા દશકાના સૌથી વધારે ૧૧૭૫ મીમી વરસાદના રેકથર્ડને આ વર્ષે મેઘરાજાએ તોડી નાખ્યો છે. રાજ્યમાં હજુ પણ બે સાયકલોનિક અસરો એકઠી થઈ હોય હજુ બે દિવસ વરસાદ વરસવાની આગાહી વ્યકત કરવામાં આવી છે.

રાજ્ય હવામાન ખાતાના પ્રાદેશિક નિયામક જયંત સરકારે આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ચક્રવાતી તોફાન કયરની અસરના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે બે સ્થાનો પર ભારે વરસાદ નોંધાયો છે. જો કે, સદ્નસીબે કયર ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ તેની અસરી દિવાળી પર વરસાદ પડયો હતો. ઉપરાંત દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં પણ બીજુ એક લો-પ્રેસરની સાયકલોનિક અસર ઉભી થવા પામી છે. આ અસર ધીમે-ધીમે ઉત્તર પશ્ચિમ ગુજરાત તરફ આગળ વધી રહી હોય તેના કારણે પણ આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સાયકલોનિક અસરી અનેક સ્થાનો પર વરસાદ પડવાની શકયતા છે.

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યા બાદ મેઘરાજા દિવાળી પછી પણ જાણે વિરામ લેવાના મુડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીના દિવસે પણ રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અરબી સમુદ્રમાં એક સાથે બે-બે સીસ્ટમો સક્રિય થતા ફરી ચોમાસુ પુરબહારમાં સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે. હજુ બે દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧ જિલ્લાના ૨૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની થવા પામી છે. મંગળવારે જૂનાગઢના કેશોદમાં ૨ ઈંચ, રાજકોટના જામકંડોરણા અને ગોંડલ જ્યારે જામનગરના કાલાવાડમાં ॥ ઈંચ વરસાદ વરસ્યો હતો. બુધવારે દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાથી લઈ ૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. હજુ બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.