ઝુંપડામાં જીંદગી વિતાવનારાઓની દિવાળી હવે રોશન થશે:નરેન્દ્ર મોદી

કોર્પોરેશનના 3526 અને રૂડાના 1958 આવાસનું વડાપ્રધાન દ્વારા કરાયું ઈ-લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.334.33 કરોડના ખર્ચે વિવિધ  6 સ્થળે નિર્માણ પામેલા આવાસ યોજનાઓના 3526 આવાસો તથા રાજકોટ શહેરી સાત મંડળ દ્વારા રૂ.90.73 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 1958 આવાસોનો ઈ-લોકાર્પણ  પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં  આવ્યું હતુ.

આ  પ્રસંગે  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું કે, હજારો લોકો આજે પોતાના ઘરનુ ઘર મેળવશે. અને દિવાળીનુ પાવન તહેવાર પોતાના ઘરમાં ઉજવશે તેનો આંનદ અનેરો હશે. જે ગરીબ પરિવારોની જિંદગી ઝુંપડામાં વીતી છે તેઓની દિવાળી હવે રોશન થશે. આપનો દેશ નારીનુ સન્માન જાળવનાર રાષ્ટ્રો છે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, ઘરનુ આર્થિક નિર્ણયો પિતા પર હોય છે. ઘર દુકાન, ખેતર વિગેરે સંપતિ પુરુષના નામે હતો જયારે આમારી સરકારે અલગ પ્રથા શરુ કરી હતી. અને 2014થી મકાન મહિલાઓના નામે આપવાનું શરુ કર્યું. આજે જે બહેનો ઘર મળ્યું તે બધા લખપતિ બની ગયા છે.

આ અવસરે  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવ્યું કે,  પ્રધાનમંત્રીએ પોતાના તેના પરસેવાથી વિકાસના વટ વૃક્ષનુ સિંચલ કરે છે. 1800 કરોડના ખર્ચે 53000 આવાસોનુ લોકાર્પણ થનાર છે. આ ઉપરાંત ગૌ વંશના વિભાવા માટે ગૌ માતાના પોષણ યોજનાના શુભારંભ થવા જઈ રહીયો છે. સાથોસાથ તારંગા હિલ રેલ્વે લાઈન ભૂમિ પૂજન અને થરાદ વાવ ફોર લેન્ડ રોડનું ભૂમિ પૂજન થનાર છે. જેના પરિણામે મારબલ ઉદ્યોગને પ્રોત્સાહન થશે.

આ પ્રસંગે  મેયર ડો પ્રદીપ ડવએ જણાવ્યું કે, દરેક વ્યક્તિને ઘરના  ઘરનુ સ્વપ્ન હોય છે અને કામ ધંધેથી ઘરે આવે ત્યારે તેમને હાશકારો થાય છે. શહેરની આજુબાજુના ગામની રોજી રોટી માટે શહેરમાં લોકો આવે છે. ત્યારે ભાડાના મકાનમાં રહેતા હોય છે. જેના કારણે તેને ખુબજ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘરવિહોણાને છત મળે તે માટે ચિંતા કરેલ છે.   મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યના ઘરવિહોણાને ઘર મળે તે માટે કામ કરી રહ્યા છે.

ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલએ જણાવ્યું કે, દુનિયાનો  છેડો ઘર દરેકને પોતાના ઘરના ઘરનુ સ્વપ્ન હોય છે.  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ આ સ્વપ્ન પૂરું કરવા વચન આપેલ જે પૂરું કરવા સરકાર સતત આગળ વધી રહી છે. દરેક વ્યક્તિને પોતાના ઘરના ઘરની ઈચ્છા હોય છે. 24 કલાક વીજળી ગામડાઓમાં મળે તે માટે તેઓના પ્રયાસથી 18000 ગામડાઓને 24 કલાક થ્રીફેસ કનેકસનની વીજળી તેઓએ પૂરી પાડેલ છે.  માન. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વ કક્ષાએ દેશ ખુબ જ ઉભરી રહેલ છે. આજરોજ જે લાભાર્થીઓને આવાસ મળનાર છે. તેમજ આવાસ યોજનાના ડ્રોમાં આવાસ લાગશે તે તમામને ખુબ અભિનંદન પાઠવેલ હતા.