Abtak Media Google News

કોરોનાકાળ બાદ આવકમાં 25%નો ગ્રોથ થશે: કુલ 895 બસોનું બુકિંગ હાલ થયું છે

દિવાળી વેકેશન પહેલા સૌરાષ્ટ્રમાં એડવાન્સ બુકિંગમાં એસટી બસને દિવાળીના પહેલા જ 1 કરોડથી વધુની આવક થઈ છે. ગ્રુપ બુકિંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ બાદ આવકમાં 25%નો ગ્રોથ થશે.વર્ષ એક્સ્ટ્રા ઓપરેશનની સાથે સુરત એસટી બસે રૂપિયા 2 કરોડની આસપાસની આવક મેળવી હતી. એ આંકડો આ વર્ષ વટાવી જશે તેવું અનુમાન છે. બુકિંગના કારણે એસ.ટી.ની અત્યાર સુધીમાં 1 કરોડથી વધુની આવક થઈ છે. કુલ 895 બસોનું બુકિંગ હાલ થયું છે.

તેમાંથી સૌથી વધુ ભાવનગર 433 બસો અને અમરેલી 298 બસોનું એડવાન્સ અને ગ્રુપ બુકિંગ થઈ ચૂક્યું છે. સાથે જ બોટાદ 66, ગીરસોમનાથ 29, મહેસાણા 17, પાટણ 13 સહિત અન્ય મળી કુલ 895 બસોનું ગ્રુપ બુકીંગ અને એડવાન્સ બુકીંગમાં વધારો નોંધાયો છે. કોરોનાકાળ પછી એસટી તરફનો ઝુકાવ વધ્યો હોવાથી આવક અને પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.

એસટી નિગમ દ્વારા દિવાળી પહેલા જ 19 થી 24મી દરમિયાન એક્સ્ટ્રા બસો ઉપાડવાનું આયોજન કર્યું છે, જ્યારે દિવાળી પહેલા જ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતીઓ વતન જવા એસટી બસ સેવાનો વધુ લાભ લેતા થયા છે.ગત વર્ષ 1421 વધારાની બસો દોડાવવામાં આવી હતી. રૂપિયા 2 કરોડની આસપાસ એસટી નિગમને આવક થઈ હતી. જ્યારે આ વર્ષે દિવાળીના 10 દિવસ પહેલા જ 895 જેટલી બસોમાં 1 લાખ જેટલી સીટો બુક બુક થઈ ગઈ છે. રૂપિયા એક કરોડ 40 લાખ જેટલી આવક થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.