Abtak Media Google News

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ૨૪મી ઓકટોબરથી ૧૩ નવેમ્બર સુધી વિદ્યાર્થીઓને દિવાળીની ૨૧ દિવસની રજા રહેશે. યુનિવર્સિટીના ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફ માટે ૩૦મીથી ૧લી નવેમ્બર સુધી વેકેશન રહેશે. ૨૭મીએ દિવાળી છે ત્યારે રાજ્યના પ્રાથમિક શિક્ષક નિયામકના આદેશાનુસાર રાજકોટ સહિત રાજ્યભરની પ્રાથમિક શાળામાં દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જે અનુસાર ૨૪ ઓકટોબરથી ૧૩ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને ૧૪ ઓકટોબરી શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે.

પ્રાથમિક ઉપરાંત માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં પણ ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે. રાજ્યની તમામ યુનિવર્સિટીમાં એક સરખુ કેલેન્ડર જાહેર થયું છે ત્યારે દિવાળી વેકેશન પણ તમામ યુનિવર્સિટીઓમાં એક સરખુ રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનમાં વિદ્યાર્થીઓ માટે તા.૧૪ ઓકટોબરથી ૧૩ નવેમ્બર સુધી દિવાળીની રજા રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.રમેશ પરમાર જાહેર કરેલા પરિપત્ર અનુસાર યુનિવર્સિટીના તમામ વિભાગના વડા, અનુસ્નાતક ભવનના અધ્યક્ષો, ગ્રંથાલયના વડા, કોમ્પ્યુટર સેન્ટરના નિયામક, એચઆરડીસી કેન્દ્રના વડા, પીજી હોસ્ટેલના રેસ્ટર અને નોન ટીચીંગ સ્ટાફ માટે તા.૨૭ ઓકટોબરથી ૧ નવેમ્બર એમ ૫ દિવસનું દિવાળી વેકેશન રહેશે. ગત ૨૯-૯ના રવિવારે યુવક મહોત્સવનો પ્રારંભ થયો હતો ત્યારે કર્મચારીઓને રજાના દિવસે પણ ફરજ બજાવી હતી. જેથી કુલપતિ નિતીન પેાણીએ એક દિવસ વધુ રજાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.