Abtak Media Google News

મંગળવારે પડતર દિવસ (ધોકો) બુધવારે કરાશે નવા વર્ષની ઉજવણી

જીવનમાં દરેક વ્યક્તિ પોતાના વ્યાપારમાં ઘેરમાં સ્થિર મહાલક્ષ્મીની કૃપા ઇચ્છે છે. જે મહાલક્ષ્મી માતાજીનું ચોપડા પૂજન લક્ષ્મીપૂજન, શારદા પૂજન થી પૂર્ણ કરે છે બરોબર આમાં ત્રણેય માતાજીની કૃપા ચોપડા પૂજન વ્યાપારમાં વરસે છે. તારીખ 23/10 રવિવારે કાળી ચૌદશે રાત્રીના હનુમાન પૂજન, કાળ ભૈરવ પૂજન, બટુકવીર પૂજન, કાલીપૂજા, મશીનરી પૂજન કરવું, દીપાવલીને પ્રદેશ કાળ પૂજન માટે સોમવારે સાંજે 6-14 થી 8-04 સુધી રાત્રે 7-46 થી 7-58 સુધી છે તેમજનિશીથ કાળ રાત્રે 12-08 થી 12-58 સુધી પૂજન કરવું શ્રેષ્ઠ ગણાય છે.

Screenshot 1 22

તારીખ 25/10 મંગળવારે તિથિનો ક્ષય હોવાથી પડતર દિવસ એટલે ધોકો છે. કાર્તિક સુદ એકમને બુધવારે તારીખ 26/10 નક્ષત્રમાં નુતન વર્ષનો પ્રારંભ થાય છે. 27/10ને ભાઈબીજ આ વર્ષે લાભ પાંચમ ક્ષય તિથિ હોવાથી ચોથ અને પાંચમ 29/10 ના સાથે થશે.

  • ચોપડા ખરીદી દિન પુષ્યનક્ષત્ર યોગ

  • આસો વદ-8ને મંગળવાર તા.18-10-2022ના રોજ
  • આખો દિવસ અને રાત્રી પુષ્યનક્ષત્ર છે.
  • સવારના ચોઘડીયા : ચલ 9-39 થી 11-05, લાભ 11-05 થી 12-32
  • બપોરના ચોઘડીયા : અમૃત 12-32 થી 1-58 સુધી
  • શુભ 3-25 થી 4-52 સુધી
  • રાત્રીના ચોઘડીયા : લાભ 7-52 થી 9-25 સુધી
  • શુભ 11-00 થી 12-32 સુધી
  • ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે.
  • સુવર્ણ, રજત, શ્રીયંત્ર, કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે.
  • ધન તેરસ

  • આસો વદ-12 શનિવાર તા.22-10-2022ના દિવસે ધનતેરસ છે.
  • સવારના ચોઘડીયા : શુભ 8-13 થી 9-39
  • બપોરના ચોઘડીયા : ચલ, લાભ, અમૃત 12-31 થી 4-49 સુધી
  • રાત્રીના ચોઘડીયા : લાભ 6-15 થી 7-49
  • શુભ, અમૃત, ચલ 9-23 થી 2-05 સુધી
  • આ વર્ષે વાઘબારસના દિવસે ધન તેરસ છે.
  • ચોપડા ખરીદવા, ગાદી બિછાવવા અને લક્ષ્મીપુજન માટે શ્રેષ્ઠ સમય છે.
  •  ધંન્વતરી પૂજન સાયંકાળે રાત્રીના કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.