જોકોવિચે વિમ્બલડન સાતમી વાર હસ્તગત કર્યું !!

LONDON, ENGLAND - JULY 10: Novak Djokovic of Serbia kisses the trophy following his victory against Nick Kyrgios of Australia during their Men's Singles Final match on day fourteen of The Championships Wimbledon 2022 at All England Lawn Tennis and Croquet Club on July 10, 2022 in London, England. (Photo by Ryan Pierse/Getty Images)

21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી રોજર ફેડરરના 20 ટાઇટલનો રેકોર્ડ તોડતો જોકોવિચ !!

સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચે શાનદાર પ્રદર્શન કરતાં રવિવારે વિમ્બલડન ટાઈટલ જીતી લીધું છે. આ નોવાક યોકોવિચનું સાતમું વિમ્બલડન અને 21 મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આ સાથે તેણે સ્વિસ દિગ્ગજ રોજર ફેડરરના 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલના રેકોર્ડને તોડી નાંખ્યો છે. રવિવારે ઓલ ઈંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી ફાઈનલમાં યોકોવિચે ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસને 4-6, 6-3, 6-4, 7-6 થી પરાજય આપ્યો હતો. પ્રથમ સેટમાં કિર્ગિયોસે શાદનાર સર્વ કર્યા હતા અને જીત મેળવી હતી. જોકે, તે પોતાની આ લય જાળવી શક્યો ન હતો. સામે છેડે યોકોવિચે પોતાના અનુભવનો શાનદાર ઉપયોગ કરીને બીજો અને ત્રીજો સેટ પોતાના નામે કર્યો હતો. અંતિમ સેટમાં કિર્ગિયોસે ફરીથી ટક્કર આપી હતી પરંતુ તેની લડત પૂરતી ન હતી.

ટેનિસમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોજર ફેડરર, રફેલ નાદાલ અને નોવાક યોકોવિચનો દબદબો રહ્યો છે. આ ત્રણમાંથી કયો ખેલાડી સૌથી વધુ ટાઈટલ સાથે કારકિર્દીનો અંત લાવશે એ તો આગામી સમય જ કહેશે. પરંતુ રવિવારે યોકોવિચે 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતીને રોજર ફેડરરને પાછળ રાખી દીધો છે. સ્વિટઝર્લેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી ફેડરરે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. હવે યોકોવિચ હવે સ્પેનિશ સ્ટાર રફેલ નાદાલથી ફક્ત એક ટાઈટલ પાછળ છે. નાદાલે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન જીત્યા હતા. તેણે અત્યાર સુધી કુલ 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. તેણે વિમ્બલડનમાં ભાગ લીધો હતો પરંતુ સેમિફાઈનલમાં પ્રથમ સેટમાં ઈજા બાદ તે બહાર થઈ ગયો હતો.

સૌથી વધુ વિમ્બલડન ટાઈટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરરના નામે છે. તેણે અત્યાર સુધી કુલ આઠ વિમ્બલડન ટાઈટલ જીત્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો નિક કિર્ગિયોસ પોતાની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમ્યો હતો. સેમિફાઈનલમાં તેનો સામનો રફેલ નાદાલ સામે હતો. પરંતુ ઈજાના કારણે નાદાલ ખસી ગયો હતો અને કિર્ગિયોસને વોકઓવર મળ્યો હતો. જોકે, ફાઈનલમાં યોકોવિચના અનુભવ સામે તે લાચાર જોવા મળ્યો હતો.