Abtak Media Google News

ચોટીલામાં પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

ભાઈને મારી નાખવાની ધમકી આપી યુવતીને અનેક વખત હવસનો શિકાર બનાવ્યો’તો

 

ચોટીલામાં રહેતી યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી ભાઈને મારી નાખવાની ધમકી આપી અવારનવાર હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવતા ચોટીલા પંથકમાં ચકચારી મચી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હવસખોર આરોપીને દબોચી વધુ કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના ચોબારી ગામે રહેતા રણછોડ હીરા સોલંકી નામના હવસખોર પ્રેમીએ ચોટીલાની યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી ભાઈને મારી નાખવાની ધમકી આપી યુવતીને જરીયા મંદિર તથા જુદી-જુદી જગ્યાએ પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો.

આરોપી રણછોડ સોલંકીએ યુવતીને પ્રેમમાં ફસાવી તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યા હોવાનું સામે આવ્યું છે. ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાતા તુરંત આરોપી રણછોડને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.