Abtak Media Google News

૦ થી પ વર્ષના હજારો બાળકો પોલિયો અભિયાનમાં જોડાયા

‘દો બુંદ જિંદગી કી’ અંતર્ગત ગઇકાલે દેશભરમાં પોલિયો રવિવાર ઉજવવામાં આવ્યો હતો. આ સંદર્ભે સૌરાષ્ટ્રભરમાં વિવિધ સ્થળો પર ૦  થી ૫ વર્ષના હજારો બાળકોને ‘પોલિયોનો ડોઝ’ આપવામાં આવ્યો હતો. ૧૭ ફેબ્રુઆરીએ પ્રતિવર્ષ પોલિયો અભિયાન ચલાવાય છે. પરંતુ આ વર્ષે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું હોય પોલિયો રસીકરણ દિવસ અંતર્ગત પોલિયો અભિયાન ૩૧ જાન્યુઆરીએ ચલાવવાનું સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો.

હડિયાણામાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

Img 20210131 085121

ગુજરાત રાજ્ય સરકાર શ્રી ની ગાઈડ લાઇન મુજબ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા  ૦ થી ૫ વર્ષ સુધી ના બાળકો ને પોલિયો ના ટીપા પીવડાવી ને પોલિયો મુક્તિ કરવાની સરકાર ની આ યોજનામાં આજે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ખાતે જોડિયા તાલુકા હેલ્થ ઓફીસસર ડો.અલ્તાફ મલેક સાહેબ ના વરદ હસ્તે બાળકને પોલિયો ના ટીપા પીવડાવી ને શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ના મેડિકલ ઓફીસ સર ડો.અભિષેક મોરી

દામનગર

દામનગર શહેર માં આજરોજ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે સઘન પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત દામનગર શહેર માં ટી એસ ઓ આર આર મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઝરખિયા પી એ સી ના તબીબી સ્ટાફ દ્વારા બુથ ૭ પેટા બુથ ૨ હેઠળ ૪ પોઇન્ટ દામનગર દ્વારા શહેર ના જાહેર સ્થળો ઉપર  ૧૩૬૧ શિશુ ઓને પોલિયો ના ટીપાં પીવડાવવા નો કાર્યક્રમ ચાલશે આ કાર્યક્રમ માં આરોગ્ય કર્મી રણજીતભાઈ વેગડા પ્રિયકાન્ત ભટ્ટી રાજ દીક્ષિત આરતી ભોજાણી  પૂર્વી પડાયા આશા વર્કર આંગણવાડી વર્કર બહેનો એ કામગીરી કરી હતી

મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટરનાં હસ્તે પોલીયો રસી અભિયાનનો પ્રારંભ

મોરબી જિલ્લામાં આજરોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧૫૨૪૫૭ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન થયેલ છે. આજરોજ મોરબીની સીવીલ હોસ્પીટલ ખાતે જિલ્લા કલેકટર જે.બી.પટેલે દિપ પ્રગટાવી અને પોલીયાના નવજાત બાળકને રસી પીવડાવીને પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લામાં કુલ ૬૧૧ પોલીયો બુથોની રચના  કરેલ છે. અને આ કામગીરીને પહોચી વળવા માટે ૨૪૮૪ કર્મચારીઓને પોલીયો બુથો ઉપર ફરજ સોપેલ છે તેમજ ૧૯૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે.આજ રસી પીવડાવ્યા બાદ પછીના ૨ દિવસ દરમ્યાન આખા જિલ્લામાં ઘર ઘર મુલાકાત કરી બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. આ માટે મોરબી જિલ્લાના કુલ ૨૦૭૮૦૭ ઘરોની મુલાકાત માટે ૧૨૪૨ ટીમોની રચના કરવામાં આવેલ છે. તેમજ આ માટે ૧૯૦ સુપરવાઈઝરોને મોનીટરીંગની કામગીરી સોપેલ છે.

આ ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર, કારખાના વિસ્તાર, ઈંટોનો ભઠ્ઠા, રોડની આજુબાજુ વિસ્તાર, અગર વિસ્તાર, બાંધકામ વિસ્તાર, ખાણના વિસ્તાર કે અન્ય વગેરે જેવી દુર્ગમ જગ્યાઓ ઉપર વસતા મજુર ના બાળકોના પોલીયો રસીકરણ માટે ૪૨૩ મોબાઈલ ટીમોની રચના કરેલ છે . તેમજ આ પોલીયો કાર્યક્રમ દરમ્યાન મુસાફરી કરતા લોકોના બાળકોને પોલીયોની રસી આપવા માટે ૨૩ ટ્રાન્ઝીસ્ટ ટીમોની રચના કરેલ છે. આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો ઉપર કામગીરી કરશે.આ પોલીયા રસીકરણ કાર્યક્રમમાં સીવીલ હોસ્પીટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, ડી.વાઈ.એસ.પી. રાધિકાબેન ભારાઈ, હર્ષ ઉપાધ્યાય, ડો. કતીરા, ડો. સરડવા ઉપસ્થિત રહ્યા હતા.

માણાવદર

Img 20210131 Wa0043

પોલિયો ઇમ્યુનાજેશન પ્રોગ્રામ એટલે કે પોલિયો રવિવાર સંદભેં આયોજન માણાવદર તાલુકામાં કરવામાં આવ્યું હતું .જેમાં માણાવદર ના વિવિધ વિસ્તારોમાં પોલિયો બુથ ગોઠવવામાં આવ્યા હતા. જે અંતર્ગત માણાવદર એસ. ટી સ્ટેન્ડ પર ના બુથ પર રહેલા કર્મચારી શ્યામ અદોદરિયા તથા મિહિર વિરપરિયા દ્વારા ત્યાંથી  પસાર થતા ઝીરો થી પાંચ વર્ષ સુધીના  તમામ બાળકોને બે ટીપાં જિંદગી ના આપી પોલિયોથી રક્ષણ આપવામાં આવ્યું હતું. આ તકે માણાવદરના શિવમ પરિવાર તરફથી દરેક બુથ પર આવતા  બાળકોને મફત માસ્ક નું વિતરણ કરવામા આવ્યું હતું.

વેરાવળમાં પોલિયો અભિયાન અંતર્ગત બાળકોને પોલીયો રસીકરણ

સમગ્ર ભારત દેશમાં આજે રાષ્ટ્રવ્યાપી પોલીયો નાબુદ અભિયાન અંતર્ગત ગીમ સોમનાથ જીલ્લામાં ૦ થી પ વર્ષના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું. શિશુ મંદિર સ્કુલ વેરાવળ ખાતેથી આજે ડો. ગૌસ્વામીએ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. શિશુ મંદિર શાળા બુથ નં.ર૮ માં આજે પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થવાની સાથે ૧૧ માસના બાળક ઘ્યેયને પોલીયોના બે ટીપા પીવડાવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ચૌધરી, શિશુમંદિર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી સહીતના સહભાગી થયા હતા. આ બુથ પર આંગણવાડી વર્કર મેધલબેન વાળા, હેલ્પર હંસાબેન મકવાણા, આરોગ્ય વિભાગના પારુલબેન પુરોહિતે ફરજ બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.