તણાવની સ્થિતિમાં સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, સેનાની કોઈ પણ ગતિવિધિ કેપ્ચર કરવી નહિ કે સોશિયલ મીડિયામાં અપલોડ કરવી નહિ. તમારા ઘર આસપાસ કે રસ્તા પર ઇન્ડિયન આર્મી દેખાય, આર્મીના વાહનો દેખાય તો તેના ફોટો વિડીયો લેશો નહિ. તમારા શહેર- ગામમાં થતી આર્મીની મુવમેન્ટ ના ફોટો વિડીયો વાયરલ કરશો નહિ. તમારી એક ભૂલ દેશની સુરક્ષા પર જોખમ ઉભું કરી શકે છે.
અફવા ફેલાવતા 8 હજાર એકાઉન્ટ સસ્પેન્ડ
પહેલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાનની ફેક ન્યૂઝ ફેક્ટરીને રોકવા માટે, ભારત સરકારે હવે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે અને 8000 પાકિસ્તાન સમર્થિત એક્સ એકાઉન્ટ્સ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સે એક્સ પર ટ્વિટ કર્યું કે ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ મામલે ભારત સરકાર તરફથી એક્ઝિક્યુટિવ ઓર્ડર મળ્યો છે. જે હેઠળ એક્સને ભારતમાં 8,000 થી વધુ ખાતા બ્લોક કરવા પડશે, જેના માટે કંપનીના સ્થાનિક કર્મચારીઓ માટે ભારે દંડ અને કેદ સહિત સંભવિત દંડની જોગવાઈ છે.