Abtak Media Google News

૧૯ સામે ગેંગરેપની ફરીયાદમાં પિતા સહિત ઘરના જ ઘાતકી નીકળ્યા

વધતા જતા કિસ્સાઓને કારણે સરકારે ગેગરેપના આરોપીઓની સજા આકરી કરી છે. ત્યારે ગેંગરેપના ખોટા આરોપો લગાડી તેનો ગેરઉપયોગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે ૨૦૧૬ પાલડી ગેંગરેપની પિડીતાએ પોકસોના કોર્ટના વિટનેક બોસકમાં જણાવ્યું હતું કે તે વર્જીન છે. જયારે ફરીયાદ નોંધાણી હતી ત્યારે તે ૧૪ વર્ષની પણ ન હતી આ ગેંગરેપના આરોપમાં ૧૯ લોકોની ધરપડક કરવામાં આવી હતી. તેણે કહ્યું કે, તેના પિતા અને ભાઇએ તેનો વેશ્યવૃતિ તરફ વાળવાનો દબાવ કર્યો હતો.

તેની જાતીય સતામણીમાં સગા પિતાએ પણ હાથ અજમાવ્યો હતો. પોટેકશન ચિલ્ડરન સેકસયુઅલ ઓફેન્સ અંતર્ગત બાકીનો કેસ નોંધાયો હતો. જેનો ખાનગી યુનિવસીર્ટીના ચાર વિઘાર્થીઓ સહીતના અન્ય લોકોને ફંસાવવામાં આવ્યા હતો. સગીરનો વિવિધ સ્થળોએ બળાત્કાર કરી પ્રોસ્ટીટયુશન તરફ ધકેલવાનો પ્રયાસ કરાયો હતો. યુવતિએ તેની માતાને પણ ઓળખી ન હતી. અને તેણે ધરપકડ કરાયેલા વ્યકિતઓને પણ ઓળખ્યા ન હતા.

જો કે અભણ હોવા છતાં તેણે પોતાના નામની સિગ્નેચર કરી હતી. એફઆઇઆર સમયે મળેલા કપડાને ઓખવાની પણ તેણે ના પાડી હતી. જયારે તેનું ક્રોસચેકીંગ કરવામાં આવ્યું ત્યારે યુવતિએ તમામ માહીતી સ્ટેટમેન્ટરુપે આપી હતી. જો કે તેણે સ્પષ્ટતા કરી હતી કે મને પ્રોસ્ટીટયુટ તરફ ધકેલવામાં આવી હતી પરંતુ મારે કોઇપણ પુ‚ષ સાથે શારીરીક સંબંધો  નથી. એ સત્ય છે કે હું વર્જીન છું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.