- પરીક્ષા પે ચર્ચા, પીએમ મોદીએ વિધાર્થીઓને આપ્યું માર્ગદર્શન
- પરીક્ષા પે ચર્ચાની આઠમી આવૃત્તિ આજે યોજાઈ હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ખાસ મંત્રો આપ્યા હતા. પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું કે પરીક્ષા માટે પોતાની જાતને તમારે તૈયારી કરવી પડશે, તમારા પર દબાણ છે.
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ધોરણ 10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહના કુલ 14 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6 થી 12 સુધીના વર્ગોના સમગ્રતયા 61 લાખ 49 હજાર 343 વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રેરણા માર્ગદર્શન તેમની આગામી પરીક્ષાઓ ના સંદર્ભમાં મેળવ્યું હતું. પીએમ યોગ્ય મોદીએ વિધાર્થીઓને સલાહ આપી હતી કે, દિવસમાં 24 કલાક હોય છે અને દરેકને ફક્ત 24 કલાક જ મળે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે અને કેટલાક પોતાનો સમય બગાડી રહ્યા છે. આનું એક જ કારણ છે – સમયને યોગ્ય રીતે મેનેજ ન કરવો. તેમને ખબર નથી કે તેમનો સમય કેવી રીતે વાપરવો. મારે સૌથી પહેલા વિચારવાનું છે કે મારા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. તમારા ટાઇમ ટેબલને લખો અને તેને ફોલો કરો કે આ કાર્યો કાલે કરવાના છે અને બીજા દિવસે કામ પૂર્ણ થયું છે કે નહીં તે ચિહ્નિત કરો.
અભ્યાસની સાથે થોડો આરામ કરવાની પણ જરૂર છે. આ માટે, માતાપિતાને સમજાવો કે આપણે રોબોટની જેમ જીવી શકતા નથી, આપણે માણસો છીએ. આપણે આપણા વિકાસ માટે અભ્યાસ કરીએ છીએ. શિશુ મંદિરમાં તમને વિચાર આવ્યો હશે કે હું શા માટે સખત મહેનત કરી રહ્યો છું. એટલા માટે હું કહું છું કે જો તમે બાળકોને ગ્રો કરી શકતા નથી. તેમને ખુલ્લું આકાશ જોઈએ છે. તમારે તમારી પસંદગીના કામ કરવા જોઈએ.
અભ્યાસની સાથે સાથે આવડત પણ મહત્ત્વની છે
માતા-પિતાને અપીલ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ’દરેક માતા-પિતાની કેટલીક અપેક્ષાઓ હોય છે. અન્ય લોકોના બાળકોને જોઈને તેમના પોતાના ઈગો હર્ટ થાય છે. તેમનું સોશિયલ સ્ટેટસ જ તેમના માટે અવરોધ બની જાય છે. હું માતાપિતાને અપીલ કરું છું કે તેઓ તેમના બાળકને દરેક જગ્યાએ એક મોડેલ તરીકે ઉભા ન કરે. દુનિયાનું દરેક બાળક એક સરખું નથી હોતું. કેટલાક બાળકો રમતમાં સારા અને અભ્યાસમાં નબળા હોય છે. બાળકોના માતા-પિતા અને શિક્ષકોએ તેમની અંદર છુપાયેલી પ્રતિભાને નિખારવાની જરૂર છે. આવડતની શક્તિ ઘણી વધારે છે. આપણે આવડત પર વધુ ધ્યાન આપવું જોઈએ.’
વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે
વડાપ્રધાન મોદીએ ક્રિકેટનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ક્રિકેટ રમતી વખતે સ્ટેડિયમમાંથી અવાજ આવે છે. કોઈ કહે છે ફોર, કોઈ કહે છે સિક્સ. પરંતુ બેટ્સમેન શું કરે છે? તે બોલને જુએ છે. જો તે આ બધામાં સામેલ થઈ જાય કે દર્શકોએ કહ્યું છે કે મારે સિક્સ ફટકારવાની છે લગાવી દઉં તો તે આઉટ થઇ જશે. જેનો અર્થ એ છે કે તેને દબાણની કોઈ પરવા નથી. તેનું સંપૂર્ણ ધ્યાન બોલ પર છે. જો તમે પણ તે પ્રેશરને મનમાં ન લેતા તમારુ ધ્યાન આજે મે આટલો અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું હતું છે અને જો તેઓ કરી લો છો તો તમે તે પ્રેશરમાંથી બહાર નીકળી શકશો.