Abtak Media Google News

તાત્કાલીક ચકાસણી કરાવજો: કોરોનાના પણ હોઇ શકે

હાલમાં રાજય અને દેશમાં કોરોનાનો કહેર વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આ બિમારીના કારણે સુગંધ અને સ્વાદ પારખવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. કે સાવ બંધ જ થઇ જાય છે. ત્યારે મોંમાં જોવા મળ્યા અન્ય લક્ષણો બાબતે પણ ગંભીર રહેવાની જરુર છે. સ્વાદ અને સુગંદ પારખવામાં મુશ્કેલ ઉપર મોંમાં દેખાતા અન્ય લક્ષણો દેખાય તો ગંભીર બની તાત્કાલીક ચેકઅપ કરાવવાની જરુર છે. કારણ કે આવા લક્ષણો કયારેક કોવિડના કારણે પણ હોઇ શકે છે તેમ નિષ્ણાંતોનું કહેવું છે.

એક સભામાં એવું બહાર આવ્યું છે કે કોરોનાના 60 ટકા કેસોમાં સ્વાદ કે સુગંધ પારખવાની ક્ષમતા બંધ થવી કે તેમાં વધારે ઓછા અંતે ઘટાડો થવો એ સામાન્ય છે પરંતુ આ ઉપરાંત મોમાં કેટલાક એવા લક્ષણો છે જે કોરોના હોવા નિર્દેશ કરી શકે છે. આ આવા કોઇ લક્ષણો જણાય તો તુરંત જ ગંભીર બની ચકાસણી કરાવી લેવી જોઇએ તેમ નિષ્ણાંતો કહે છે.

મોંમા લેખાતા કેટલાક લક્ષણો કોરોનાની શરુઆતના હોઇ શકે છે. આવા લક્ષણો કયાં કયાં છે તે જાણીએ. કોરોના વાયરસ મોંમા આવ્યા પછી બહુ ઝડપથી વિકરે છે. વિસ્તરે છે આ વાયરસ ખાસવાથી વાતચીત કરવાથી કે શ્ર્વાસો શ્ર્વાસની ક્રિયા વખતે ફેલાય છે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થના સર્વેમાં બહાર આવ્યા મુજબ કેટલાક દર્દીઓમાં કોરોનાના લક્ષણો એકદમ ઓછી કે કયારેક દેખાતા પણ નથી હોતા મોંમાં રહેલા વાયરસ મોંના પોલાણ મોનાદ્વારા ઝડપથી ફેલાય છે.

સુષ્ક મોં:- સુકુ કે સુષ્ક મોં હોવું કે થઇ જવું એ કોવિડ 19 ના લક્ષણો હોઇ શકે છે. મોંમાં લાળ સતત ઉત્પન્ન થતી રહે છે અને તેનાથી મોં ભીનું ભીનું રહે છે.

મોંમાં લાળથી પાચનશકિત વધે છે અને બેકટેરીયા કે ચાંદા ઝખમથી રાહત આપે છે. જો મોં સુકુ લાગે અને વધારે ચીકાસ જેવું લાગે તો તમારે ગંભીર બની ચેક કરાવવાની જરુર છે.

કયારેક  કયારેક મોંની દુર્ગધ પણ મોંને શુષ્ક બનાવે છે. મોં સુષ્ક લાગે કે ખોરાક ચાવવામાં મુશ્કેલી થાય, બોલવામાં તકલીફ થાય કે મોં કે તાળવામાં બળતરા થતા જણાય તો તાત્કાલીક ચેક કરાવી લેવું જોઇએ.

મોમાં ચાંદા ઘા:-જો તમને કોરોના થયો હોય તો તમને મોંમાં બળતર થતી હોવાનું જણાશે આવ્યું જણાય તો આ વાયરસે સ્નાયુ, અન્ન શ્ર્વાસનળી વગેરે જગ્યાએ હુમલો કર્યો હોઇ શકે છે. આવો હુમલો મોંમાં સોજો આવવો ચાંદા ઝખમ અને જીભ તથા પેઢામાં પણ આવા લક્ષણો હોઇ શકે છે.

જીભ:- કોરોનાને કારણે જીભ ઉપર શું અસર થાય છે તે બહુ જાણી શકાયું નથી. પણ કોરોના થાય તો જીભની સ્વાદ પારખવાની શકિત બંધ થઇ જાય કે તેમાં ઘટાડો થાય છે. જીભમાં બળતરા થતી હોય તો તે ચામડીના રોગ સાથે સંલગ્ન છે. એટલે તે કોરોનાના લક્ષણ પણ હોઇ શકે છે.

કોરોના થાય તો જીભના રંગમાં  અને સપાટીમાં પણ ફેરફાર જોવા મળે છે. મોંમાં બળતરા, ચાંદા પડવા કે સુષ્કતા થઇ એવા લક્ષણો પણ ચેતવણી રુપ છે.સામાન્ય રીતે જીભ  હળવી અથવા આછી લાલ હોય છે પણ તેમાં વધુ પડતા લાલ કે જીભ પર સફેદ ચકામા કે ડાઘ જોવા મળે તો આવા વાયરસનો હુમલો થયો હોવાનું કહી શકાય એટલે આવા લક્ષણો જણાય તો જરાપણ બેદરકાર બન્યા વિના ઝડપથી ચેક અપ કરાવી લેવું જોઇએ તેમ અભ્યાસ બાદ નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.