કોલ્ડ ડ્રીંકની બોટલનો પુન: ઉપયોગ પીવાના પાણીની બોટલ તરીકે ન કરશો, જાણો તમારા શરીરમાં શું થઈ શકે નુકશાન

ઉફફ…. આ ગરમી. દિન પ્રતિદિન સૂરજનો પ્રકોપ વધતો જાય છે. તાપમાનમાં વધારો નોંધાતો જાય છે. એપ્રિલની શરૂઆતમાં જ આ અસહય તાપથી ત્રસ્ત લોકો બહાર ઠંડાપીણા શેરડીનો રસ અને મિનરલ વોટર પર આધારીત જોવા મળે છે. જો કે કોલ્ડડ્રીંક પીવાના પોતાના પ્રભાવ છે. પરંતુ તેમાં પણ આજે જાણવું જરૂરી છે કે કોલ્ડડ્રીંક પીધા બાદ એ જ બોટલનો ઉપયોગ પાણીની બોટલ તરીકે કરવાથી આપણા શરીરને કેટલુ નુકશાન થાય છે?

સામાન્ય રીતે ગૃહિણીઓ આવા જુગાડ કરવામાં માહેર હોય છે. ગરમી વધતાની સાથે લોકો ખાલી થયેલી કોલ્ડડ્રીંકની બોટલોમાં પાણી ભરીને ફ્રીજમાં મૂકે છે. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

આજે અહીં એ જાણવુ જરૂરી છે કે મિનરલ વોટરની અને કોલ્ડડ્રીંગની બોટલો માત્ર વનટાઇમ યુઝ કરવા માટે જ હોય છે. પ્લાસ્ટીક બોટલોનો વારંવાર ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

ઇમ્યુન સિસ્ટમ પ્રભાવિત થાય છે

રીસર્ચ અનુસાર પ્લાસ્ટીકની બોટલમાં અને કોલ્ડ્રડીંગની બોટલમાં રાખેલુ પાણી પીવાની શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે.

ગરમીમાં પ્લાસ્ટીક ઓગળે

ગરમીમાં પ્લાસ્ટીક ઓગળે છે આ સાબિત કરવા પ્લાસ્ટીકની બોટલમાં ગરમ પાણી નાખીને ચેક કરી શકાય છે. ઠીકે તેવી જ રીતે કારમાં રાખેલી બોટલ સૂરજની રોશનીથી ગરમ થાય છે. જેથી ડાયોકિસન ઉત્પન્ન થાય છે જેનાથી બેસ્ટ કેન્સર થવાનો ખતરો છે.

પ્લાસ્ટીકમાં હોય છે ઘણા બધા હાનીકારક તત્વો

પ્લાસ્ટીકની બોટલમાં પાણી ભરીને પીનારાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. પણ એ યોગ્ય નથી. કોલ્ડડ્રીંકની બોટલમાં પાણી રાખવાથી તેમાં રહેલા ફલોરાઇડ અને આર્સેનિક જેવા કેટલાક તત્વો ઉત્પન્ન થાય છે. આ તત્વો ધીમે-ધીમે પોતાનો અસર બતાવે જ છે અને શરીરને નુકસાન કરે છે.