Abtak Media Google News

અંતિમ ૧૬માં પ્રવેશેલા ઉરૂગ્વે, સ્પેન, બ્રાઝીલ, આર્જેન્ટિના, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ પૂર્વેપણ વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યાં છે

ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮ માટેની ફાઇનલ નોકઆઉટ માટેની ટીમો માટે ડુ ઓર ડાઇની સિચ્યુએશન આવી ચુકી છે. જો કે ટુર્નામેન્ટ શરુ થતાં પહેલા જ દુનિયાનાં સૌથી મોટા સ્ટાર ખેલાડી રોનાલ્ડો અને મેસ્સી  કવોટર  ફાઇનલમાં ટકરાઇ શકે છે. પરંતુ તેના માટે પોર્ટુગલે આજની ઉરૂગ્વેને સામેનો મેચ જીતવો પડશે.

પ્રી કવોટર ફાઇનલમાં પહોચેલી ટીમોમાંથી ૬ ટીમો આ પૂર્વ પણ વર્લ્ડ ચેમ્પીયન રહી ચુકી છે. પ્રી કવોટર ફાઇનલમાં ઇગ્લેન્ડની મેચ કોલંબીયા સાથે છે જો ઇગ્લેન્ડ આ મેચ જીતશે તો તેની સામે સ્વિટઝરલેન્ડ અને સ્વીડનની વિજેતા ટીમ ટકરાશે તેની સાથે જ પ્રી કવાર્ટરમાં સ્પેનની ટકકર સૌથી એછું રેટીંગ ધરાવતી રશિયન ટીમ સાથે છે.

૨૦૧૮ના વર્લ્ડ કપના અત્યાર સુધીનાં સૌથી વધુ રોમાંચક તબકકા બાદ આ વર્ષે કોઇ નવુ ચેમ્પીયન બહાર આવે તેવી શકતાઓ છે. પ્રથમ તબકકામાં ફકત એક ટીમે ગોલ નહતા કર્યા અને પેનલ્ટી પણ નોંધાઇ હતી તો ચેમ્પિયન જર્મની ટીમ ૧૦ વર્ષમાં પહેલી વખત પહેલા રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઇ હતી ત્યારે આજે ટીમ ફ્રાન્ડ વિરુઘ્ધ આર્જેન્ટિના અને ઉરૂગ્વે વિરુઘ્ધ પોર્ટુગલની પ્રિ.કવોટર માટેની મેચ રમાશે.

આજે કર્વાટર ફાઇનલ માટે ફ્રાન્સ વિરૂઘ્ધ આર્જેન્ટિના અને ઉરૂગ્વે વિરૂઘ્ધ પોર્ટુટલનો મુકાબલો

રાઉન્ડ ૧૬ ના પ્રી કવોટરમાંથી સેમીફાઇનલમાં પ્રવેશવા માટે તમામ ટીમો ઉત્સાહમાં છે. ત્યારે આજે ફ્રાન્સ વિરુઘ્ધ આર્જેન્ટિના અને ઉગ્વે વિરૂઘ્ધ પોર્ટુગલનો મુકાબલો થનાર છે. ફ્રાન્સ વિરૂઘ્ધ આર્જેન્ટિનાનો મેચ કઝાનના સ્ટેડીયમમાં યોજાશે ત્યારે ઉરૂગ્વે અને પોર્ટુગલ સોચીના સ્ટેડીયમાં થશે. આજના મેચ બાદ હજુ વધુ ૧૪ ટીમો ટકકર કરશે. જેમાંથી કવોલિફાઇડ ૪ વિજેતા ટીમો સેમીફાનઇલનો મુકાબલો કરશે. અને ત્યારબાદ ફાઇનલ માટે  રમશે.

ફિફા વર્લ્ડ કપની આગામી ક્વોલીફાઇ રાઉન્ડની મેચોના સ્ટેડિયમની તસ્વીરી ઝલક

Rostov Arena

Kaliningrad StadiumKazan Arena

Luzhniki StadiumMordovia ArenaNizhny Novgorod StadiumOlympic Stadium FishtOtkrytiye Arena

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.