Abtak Media Google News

ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે કરવામાં આવેલી ખરીદી કોઈ પણ વસ્તુ શુભ ફળ આપે છે. ધનતેરસ પર જરૂરી નથી કે મોંઘી વસ્તુઓ જ ખરીદવામાં આવે. લોકો પોતાની આર્થિક સ્થિતિ મુજબ જરૂરતનો સામાન ખરીદી શકે છે. આ ઉપરાંત ધનતેરસના દિવસે ખાસ કરીને ચાંદીનો સિક્કો, લક્ષ્મી ગણેશની મૂર્તિ તેમજ વાસણો ખરીદવા શુભ માનવામાં આવે છે. ગણેશ લક્ષ્મીની પ્રતિમાને પંચામૃતમાં સ્નાન કરાવીને તેમની પૂજા કરવા તથા દીપક જલાવવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે રાશિ અનુસાર સામાન પણ ખરીદી શકાય છે.

મેષ
સોનું, ચાંદી, વાસણો, દાગીના, હીરા, વસ્ત્ર ખરીદવું શુભ રહેશે

વૃષભ
સોનું, ચાંદી, કાંસુ, હીરા, વાસણ વગેરે

મિથુન
જમીન, મકાન, પ્લોટ, એટલે કે પુખરાજ સોનુ, ચાંદી વગેરે ખરીદી શકાય છે.

કર્ક
સ્ફટિક કે ચાંદીનું શ્રીયંત્ર ખરીદવું

સિંહ
બાળકોનો ગિફ્ટ આપવા માટે કોઈ વસ્તુ ખરીદવુ યોગ્ય રહેશે

કન્યા
હીરો, સોનું, જમીન, ચાંદી, ઈલેક્ટ્રોનિક સામાન, વાહન, ફર્નિચર ખરીદવું શુભ રહેશે

તુલા
સોનું, તાંબુ, કાસું, વાહન, ઘર સજાવવાનો સામાન ખરીદી શકો છો

વૃશ્ચિક
ચાંદી, વાસણો, પિત્તળ, વસ્ત્ર ખરીદવા

મકર
સોનું, હીરા, કિંમતી પત્થર, પીળા કાપડ, દવા, સોનું, ઘઉં ખરીદી શકાય છે

ધન
વસ્ત્ર, સોનુ, સજાવટનો સામાન, વાહન, પુસ્તક, નંગ વગેરે ખરીદવા

કુંભ
પુસ્તકો, વાહન, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ફર્નિચર તેમજ સજાવટનો સામાન

મીન
સોનુ, ચાંદી, કિંમતી નંગ, વસ્ત્ર ખરીદવા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.