Abtak Media Google News

રાજકોટની વિરબાઇમા મહિલા કોલેજ ખાતે વિશ્વયોગ દિને યુવા નાગરિક એવી વિદ્યાર્થીનીઓ દ્વારા સામુહિક યોગ અને ધ્યાનનો અભ્યાસ કરાયો

Img 4080સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલી અદ્વિતીય ભેટ સમાન યોગના જાગતિક દિન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટની શ્રી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ ખાતે શિક્ષકોઅને વિદ્યાર્થીનીઓએ સામુહિક રીતે યોગાસનો કરી તન તથા મનને તંદુરસ્ત રાખવા માટે નિત્ય યોગ કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

Img 4037સામુહિક યોગાસનો અને ધ્યાન ક્રિયાને કારણે પરોઢિયે માતૃશ્રી વીરબાઈ માં મહિલા કોલેજ મેદાનમાં સુંદર, શાંતિમય અને હકારાત્મક્ત વાતાવરણ ઉભું થયું. અહીં સહભાગીઓ સરળતા અને સહજતાથી યોગ કરી શકે એ માટે સુંદર અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યોગ દિનની વૈશ્વિક ઉજવણીમાં સહભાગી થનારતમામ પ્રાદ્યાપકો અને વિદ્યાર્થિનીઓમાં ઉત્સાહ પ્રવર્તતો હતો.

Img 4055કોલેજના પ્રિન્સિપાલ ડો. જયાલક્ષ્મી જાડેજાએ જણાવ્યું હતું કે, યોગથી શરીર સાથે આત્માની પણ શુદ્ધિ થાય છે. જેથી આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં સતત વધતા જતા તાણ અને ટેન્શન સામે લડવાનું અમોધ શસ્ત્ર યોગ છે.

Img 4044 સમગ્ર વિશ્ર્વમાં જ્યારે નકારાત્મકતા વધી રહી છે ત્યારે દેશના વડાપ્રધાનશ્રી મોદીનો યોગ દિવસ મનાવવાનો નિર્ણય એક સમયસુચક પગલું છે.

કરો યોગ રહો નિરોગ “યોગથી શરીર સાથે આત્માની પણ શુદ્ધિ થાય છે”  –  ડો. જયાલક્ષ્મી જાડેજા, પ્રિન્સિપાલશ્રી માતૃશ્રી વીરબાઈમાં મહિલાકોલેજ

Img 4046આ પ્રસંગે રાજકોટમાં જાણીતા “ટ્વિન સિસ્ટર ઓફ યોગ” ગણાતા શ્રી હેતલ લક્કડ અને શ્રી રીના લક્કડ એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે જણાવ્યું હતું કે,રોજેરોજ યોગ કરવાથી તન-મનની તંદુરસ્તી બરકરાર રહે છે અને વિવિધ પ્રકારના રોગોથી બચી શકાય છે.હવે, યોગને વૈશ્વિક ઓળખ મળી ગઇ છે.

Img 4064 ત્યારે, આપણે સૌ યોગને જીવન શૈલી બનાવવીએ. યોગ આપણે જીવનમાં, અભ્યાસમાં તથા કોઈ૫ણ વિકટ પરિસ્થિતિમાં મનને મક્કમ રાખીને ટકી રહેવામાં કે આગળ વધવામાં એક જબરો આત્મવિશ્ર્વાસ પુરો પાડે છે.

Img 4020આ પ્રસંગે સાયન્સ અને હોમ સાયન્સ વિભાગના આચાર્ચ ડો. કે.જે.ગણાત્રા, અંગ્રેજી વિષયના જાણીતા પ્રોફેસર શ્રી ઈરોઝભાઈ વાજા, સપ્તધારાનાકો-ઓર્ડીનેટરશ્રીઓ ડો. બી.એન.૫રમાર, શ્રી ગીરાબેન માંકડ, અન્ય પ્રાધ્યાપક શ્રીઓ તથા વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થિનીઓ હાજર રહી હતી.

Img 4109Img 4107Img 4097

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.