Abtak Media Google News

દુનિયાની કોઇપણ બે વ્યક્તિ એક સમાન નથી હોતી. કુદરતની કરામત કહો કે નિયમ કે દરેક વ્યક્તિ એકબીજાથી તદ્ન જુદી જ હોય છે. દરેકની શારીરીક રચના, મગજ, વિચારશક્તિ, ઇન્ટેલીજન્સ દરેક બાબત ક્ષમતા ધરાવતી હોય છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પરંતુ અત્યાનાં ઝડપી યુગમાં બાળકો તો સ્પર્ધાત્મક જીંદગી જીવી રહ્યા છે પરંતુ તેમાં વધારે મુશ્કેલીઓ સર્જવામાં તેના પરિવાર અને મા-બાપની મહત્વની ભૂમિકા રહેલી છે જ્યારે બાળક જન્મે ત્યારથી જ તેની તુલના અન્ય બાળકો સાથે થવા લાગે છે. જ્યાં સુધી બાળ અણસમજુ છે ત્યાં સુધી તો વાંધો નથી આવ તો પરંતુ આ તુલનાત્મક વલણ બાળકને ત્યારે અસર કરે છે જ્યારે બાળક વિચારશીલ બને છે અને વાતને સમજતા શીખે છે જ્યારે બાળક શાળાએ જાય છે કે કોઇ સ્પધાર્ંમા ભાગ લ્યે છે ત્યારે જો તે થોડા ઓછા માર્ક લાવે કે પહેલો નંબર આવવાથી પાછળ રહે છે ત્યારે માતા-પિતા સહિતના પરિવારનાં સભ્યો પણ અન્ય આગળ પડતા બાળકોની તુલના એ બાળક સાથે કરવા લાગે છે. પરંતુ આ બાબત તેના બાળ માનસ માટે ઘણી ખતરનાક સાબિત થાય છે અને તેનું પરિણામ બાળકના વર્તનમાં આક્રમતા લાવે છે. બાળક ચિડિયુ,ગુસ્સેલ, જીદ્દી બને છે. અને આ વાત બાળ મનોવિજ્ઞાનમાં પણ જણાવવામાં આવી છે. કે તમારા બાળકની સારી કે ખરાબ તુલના અન્ય બાળકો સાથે ક્યારેય ન કરવી જો બાળક કોઇ જગ્યાએ ઉતરતી કક્ષાએ છે તો તેને સકારાત્મક વલણ દ્વારા જ ઉત્સાહિત કરી આગળ વધવાપ્રેરે અને કોઇપણ બાળકને વધુ પડતો પ્રોત્સાહિત કરી આગળ આવવા ન પ્રેરો જે તેની ક્ષમતા બહારની વાત હોય. અને એટલાં માટે જ બાળકની કોઇ પણ બાબત પ્રત્યેની શારિરીક, માનસિક ક્ષમતાને ઓળખી તેને જીવનમાં આગળા વધવા માટે ઉત્સાહિત કરવાથી બાળક ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશે. જો તેની ક્ષમતા બહાર કોઇ અન્ય બાળક સાથે તેની સરખામણી કરવામાં આવશે તો બાળકમાં તે બાળક પ્રત્યે નફરત પેદા થશે જેનુ આગળ જતા ખૂબ વરવું પરિણામ આવે છે જે બાળકને ગુન્હાઇત પ્રવૃતિ કરવા પણ પ્રેરી શકે છે. એટલે જ જો તમે પણ તમારા સંતાનની સરખામણી અન્ય બાળક સાથે કરતાં હો તો સાવધાન…..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.