Abtak Media Google News

1992માં થયેલ સંશોધન મુજબ ડીપ્રેશનના દર્દીઓમાં પોટેશિયમનું પ્રમાણ સામાન્ય કરતા ઓછુ જોવા મળે છે

પોટેશિયમ કેલ્શિયમ, પોટેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સલ્ફર સહિત આપણા શરીર માટે સૌથી આવશ્યક તત્વમાંથી એક છે. સામાન્ય રીતે વયસ્કને 47000 મિલિગ્રામ પોટેશિયમની જરૂર હોય છે. પોટેશિયમ રોજના ભોજનમાંથી જ મળી રહે છે. પોટેશિયમ કોશિકાઓ તેમજ માંસપેશીઓ માટે ઉત્તમ હોય છે. જેનાથી તેમને પોષણ મળી રહે છે. પોટેશિયમ હૃદય, મગજ અને માંસપેશીઓની કાર્યપ્રણાલી જાળવી રાખવામાં મદદ કરે છે. શરીરમાં પોટેશિયમની ઉણપથી હાઇપોકેલીમિયા થવાનો ભય રહે છે.

આ સાથે જ માનસિક તણાવ પણ ઉત્પન્ન થઇ શકે છે. આજે આપણે પોટેશિયમની ઉણપ હોવાને કારણે માનસિક રીતે પણ નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. શરીરમાં પોટેશિયમની ઉણપનું એક મોટું લક્ષણ થાક લાગવો છે જો વધારે કામના કારણે થાકી જતા તો વાત અલગ છે. પરંતુ જો કામ કર્યા વગર થાકી જાઓ તો  તેનું મુખ્ય કારણ પોટેશિયમની ઉણપ હોય શકે છે. શરીરમાં રહેલી દરેક કોશિકાઓને કામ કરવા માટે ખનીજ લવણોની એક નિશ્ર્ચિત માત્રની જરૂર હોય છે. જે પુરા ન થવાના કારણે શરીરમાં નબળાઇ લાગે છે.

પોટેશિયમ એક એવું ખનીજ છે. જે શરીરની ગતિવિધીઓના સંકેતો મગજ સુધી પહોંચાડે છે. શરીરમાં પોટેશિયમની ઉણપ હોવાની સ્થિતિમાં આ સંકેત મગજ સુધી પહોંચી શકતા નથી અને તણાવની સમસ્યા થવા લાગે છે. આ તણાવની સીધી અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. 1992માં એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે

ડિપ્રેશનના દર્દીઓમાં પોટેશિયમનું સ્તર સામાન્ય કરતા ઓછું હતું પોટેશિયમની ઉણપથી હાઇબ્લડ પ્રેશર અને હાઇપર ટેન્શનનું જોખમ વધી શકે છે.

હકીકતમાં પોટેશિયમ હૃદ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે શરીરમાં સોડિયમની માત્રાને જાળવી રાખે છે. જ્યારે શરીરમાં તેની ખામી સર્જાય છે તો મગજની કામ કરવાની ક્ષમતાને પણ અસર પહોંચે છે. પોટેશિયમની ઉણપ દૂર કરવા માટે આપણા આહાર વિહારમાંથી થઇ શકે છે. જો પોટેશિયમની ઉણપ લાંબા સમય સુધી રહે તો ગંભીર સમસ્યા થઇ શકે છે. આ કારણે કબજીયાત, હાઇડ્રેશન, ઉલ્ટી અથવા તણાવગ્રસ્ત થઇ શકે છે.તેની ઉણપ ઓછી કરવા માટે ટામેટા, કેળા, બટાટા, બીન્સ, લીલા શાકભાજી, દહીં, માછલી, મશરૂમ વગેરેમાં મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.