Abtak Media Google News

જો તમને કોઇ કહે કે તુ તો જાડો, જાડી થઇ રહી છે, તો શું તમે જમવાનું બંધ કરી દેશો ? જો આવો વિચાર તમને પણ આવ્યો હોય તો તમને જણાવી દઇએ કે નિષ્ણાંતો શું કહે છે ?

– ભુખ્યા રહેવાથી શરીરમાં શું અસરો થાય છે ?

જો તમે ખાવાનું બંધ કરી દેતા હોય તો  સામાન્ય વાત છે કે પાચન પ્રક્રિયા પણ મંદ થઇ જાય છે. જેનાથી એનર્જી સ્ટોર કરતા કર્ણો ટુટીને લોહીમાં ભળી જાય છે. ગ્લુકોઝ શરીરનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જેની અછત થવાને કારણે અનેક તકલીફો સર્જાય છે અને આપણે ભુખ લાગે છે હેલ્ધ એક્સપર્ટ ડો રુપાલી દત્તા જણાવે છે.

– જે ભોજન આપણ લઇએ  છીએ તે શરીરમાં ઇન્સ્યુલીન લેવલ વધારે છે. અને આરોગેલા ભોજનમાંથી જરુરી ગ્લુકોઝ લઇ લ્યે છે.

– શરીરમાં સૌથી વધુ ગ્લુકોઝ લીવરમાં રહેલા ગ્લુકોઝમાં રહેલું હોય છે.

– ૨૪ કલાક બાદ ગ્લુકોઝ બનાવવા માટે લીવર એમીનો એસિડનો ઉપયોગ કરે છે.

– ૨ થી ૩ દિવસના ઉપવાસ બાદ શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવા લાગ છે જે ઉર્જાને તોડી નાખે છે. ૪ દિવસ બાદ શરીરને ૭૫ ટકાની એનર્જી મગજમાંથી મળે છે.

– ૫ દિવસ ઉપવાસ કર્યા બાદ મસલ્સ માસ સમતોલ રહેતુ નથી અને હાડકામાં નબળાઇ આવે છે જેની અસર તમારા મુડ પર પડે છે.

– શુ ભુખ્યા રહેવાથી વજન ઉતરે છે ?

ભુખ્યા રહેવાથી જરુરી મિનલર અને ન્યુટ્રીયન્ટસની કમી થઇ જાય છે. જેની શારીરીક જ નહી, માનસિક અસર પણ થાય છે. જેનાથી ઘણો વજન ઘટી શકે છે પરંતુ જોઇએ તેવા આવી રીતે વજન ઘટાડવો આરોગ્ય માટે હાનિકારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.