Abtak Media Google News

કોઈપણ વ્યકિત જયારે કામ કરીને થાકે એટલે સૌ પ્રથમ આંગળીના ટચાકા ફોડતો હોય છે. ટચાકા ફોડવાથી આંગળીઓને થોડો આરામ જરૂર મળે છે. અને લોકો મનથી પણ થોડી શાંતિ અનુભવે છે. પરંતુ તમને ખબર છે કે વારંવાર ટચાકા ફોડવાથી લાંબા ગાળે આંગળીઓ અસક્ષમ બને છે. ઘણા વ્યકિતઓ સવારે ઉઠીને પણ ગરદન, હાડકાના ટચાકા ફોડતા હોય છે. પરંતુ આવી રીતે આંગળીઓનાં કડાકા બોલાવવા ખુબ નુકશાનકારક સાબિત થાય છે. હાથ-પગની આંગળીઓનાં ટચાકા ફોડવાથી સાંધાની આસપાસનાં મસલ્સ અને હાથને આરામ જરૂર મળે છે. પરંતુ લાંબા ગાળે ગંભીર બિમારીનો ભોગ બનવું પડે છે. આપણા હાડકા લીગામેંટ સાથે એક મેકની સાથે જોડાયેલા હોય છે. જેને સાંધા કહેવાય છે. આ સાંધાની વચ્ચે એક લિકવીડ પણ હોય છે. ટચાકા ફોડવાથી આ લિકવીડ ઓછુ થાય છે. આ લિકવીડ સાંધામાં ગ્રીસ સમાન હોય છે.જે હાડકાને એક બીજા સાથે ઘસાતા અટકાવે છે. ત્યારે વારંવાર ટચાકા ફોડવાથી આ દ્રવ્ય ઓછુ થાય છે. અને સાંધાની પકડ નબળી થતી જાય છે. તેમજ લાંબાગાળે ગઠીયાના રોગનું કારણ બને છે.

સામાન્ય જોવામાં આવતા ટચાકા ફોડવાની આદતને અટકાવવી ખૂબજ જરૂરી છે. ટચાકા ફોડવાની ટેવ દૂર કરવા તમને જયારે આંગળીઓ રિલેકસ કરવાનું સુઝે ત્યારે તમે તમારા મનને બીજા કામમાં પોરવવો. વ્યકિત જયારે નવરાશની પળોમાં, આરામદાયક સ્થિતિમાં હોય ત્યારે પણ ટચાકા ફોડતો હોય છે. તો આવા સમયે આંગળીઓને અન્ય એકિટવીટી કરાવો, જેથી કરીને તમારૂ મન બીજી પ્રવૃત્તિમોં લાગશે અને તમે ટચાકા ફોડવાનું ભૂલી જશો.

ટચાકા ફોડવાની આદતથી લાંબાગાળે નુકશાન થાય છે. એટલે કે વ્યકિતના આંગળા મોટી ઉંમરે સારી રીતે કામ કરી શકતા નથી તેમજ આંગળીઓમાં દુ:ખાવો રહે છે. નાનુ કે મોટુ કોઈ પણ કામ હાથની આંગળીઓ મારફત જ થતું હોય ત્યારે આંગળીઓને સક્ષમ રાખવી ખૂબ જરૂરી છે. જેથી ટચાકા ફોડવાની અત્યંત ગંભીર આદતને અટકાવવી જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.