શું તમે પણ નાની વયમાં ટાલની સમસ્યાથી પીડાવ છો ? અપનાવો આ પદ્ધતિ

ભારતીય લોકો વાળને લઈ હંમેશા સજાગ રહે છે. ભારતીયોમાં વાળ તેના સૌંદર્ય માટેનું પણ પ્રતીક હોય છે.આજકાલ લોકોમાં વાળ ખરવાની અને ઓછા થવાની સમસ્યા વધુ જોવા મળે છે.તેમજ વાળએ માથાનું મુકુટ તરીકે પણ ઓળખાય છે તેમજ વ્યક્તિની પ્રતિભા અને તેના આત્મવિશ્વાસને વધુ મજબૂત તેના વાળ પરથી જોઈ શકાતું હોય છે.

નાની વયના યુવાનોમાં પણ વાળ ખરવાની અને આછા થવાની સમસ્યા જોવા મળે છે.હેર ફોલ અને હેર લોસ થવાનું કારણ હોર્મોનસનું ઈમ્બેલેન્સ,વાળ પર કોસ્મેટિક ટ્રીટમેન્ટ, હાર્ષ શેમ્પુનો ઉપયોગ કરવો અને ઘણી ગંભીર બીમારીઓના કારણે આ સમસ્યા થતી હોય છે આવા કારણોસર માથા પર ટાલ પડવાની શરૂ થાય છે.

વ્યક્તિ ટાલ પર વાળ ઉગાડવા જુદી જુદી ટ્રીટમેન્ટ કારવે છે ત્યારે હેર ટ્રાન્સપાલન્ટ સુધીની તમામ ટ્રીટમેન્ટની સારવાર મેળવે છે. ત્યારે ટાલ પડવાની સમસ્યાની શરૂઆતથી લઈ કઈ કઈ પદ્ધતિ વાળ માટે ફાયદાકારક અને હેર ટ્રાન્સપાલન્ટ એ ટાલ પર વાળ ઉગાડવા માટેની છેલ્લી ટ્રીટમેન્ટ છે તેની તમામ માહિતી અબતકની ટીમે હેર ફોલ અને હેર લોસના નિષ્ણાંતો સાથે ખાસ મુલાકાત કરી વિગતો મેળવી તે અંગેનો ચિતાર રજૂ કર્યો છે. તો ચાલો જાણીએ હેર ટ્રાન્સપ્લાન્ટ કઈ પધ્ધતિ શ્રેષ્ઠ છે:

હેર ટ્રાન્સપ્લાન્ટમાં FUE આધુનિક અને શ્રેષ્ઠ પદ્ધતિ છે આવું ડો.મૌલિક ડઢાણીયા (હેર ટ્રાન્સપાલન્ટ સર્જન)

વાળને વ્યક્તિગત પ્રતીક માનવામાં આવે છે તેમજ આપણા માથાનું મુકુટ ગણવામાં આવે છે. હેર લોસના ઘણા બધા કારણો હોય છે જેવા કે હોર્મોન્સ ઇમ્બેલેન્સ, સ્ટ્રેસ, ડેન્ગ્યુ જેવી બીમારીઓ, હેરની કોસ્મેટિક ટ્રીટમેન્ટ આ કારણે હેર લોસની સમસ્યા વધી રહી છે.

હેર ટ્રાન્સપ્લાટએ વાળ ઉગાળવાની છેલ્લી સારવાર છે.હાલ હેર ટ્રાન્સપ્લાન્ટમાં FUE પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.આ એક અતિ આધુનિક પદ્ધતિ થકી સચોટ હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હેર ટ્રાન્સપાલન્ટ બાદ વાળની માત્ર 10 દિવસ પૂરતી તડકો, ધૂળ અને ટ્રીટમેન્ટના ભાગ મુજબની વ્યક્તિએ કાળજી રાખવાની હોય છે.ત્યાર બાદ હેર ટ્રાન્સપ્લાટ વાળી વ્યક્તિ ખાસી કાળજી રાખવાની હોતી નથી.દાઢી માં હેર ફોલ થવાના ઘણા કરણો છે.પરંતુ વહેલી તકે ડરમોટોલોજીસ્ટનો સંપર્ક કરવો તેમજ દાઢીમાં પણ હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે.