Abtak Media Google News

સ્વસ્થ રહેવા માટે આપણે અનેક પ્રકારની વસ્તુઓનું સેવન કરીએ છીએ, પરંતુ કેટલીકવાર તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેમની એક વસ્તુ છે પ્રોટીન શેક…સામાન્ય રીતે જીમમાં જતા લોકો પ્રોટીન શેકનું સેવન વધુ કરતા હોય છે તદુપરાંત વજન ઓછુ કરવા માટે અથવા તો મસલ્સ બનાવવા માટે પણ લોકો પ્રોટીન શેકનો ઉપયોગ કરતા હોય છે પરંતુ કેટલાક લોકો પ્રોટીન શેકનું સેવન કરતા સમયે ભૂલો કરતા હોય છે જે નીચે મુજબ છે…!!

  1. વજન ઘટાડવા માટે તેનો ઉપયોગ કરો

આજના યુવાધનને વજન ઘટાડવાનું અને બોડી બનાવવાની ઘેલું લાગ્યું છે અને ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે વજન ઘટાડવો તેના વિચારોમાં લાગેલા હોય છે ત્યારે ઘણા લોકોને એવી ગેરસમજ હોય છે કે પ્રોટીન શેક પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેઓ યોગ્ય આહાર લીધા વિના અને વર્કઆઉટમાં વ્યસ્ત થયા વિના પ્રોટીન શેક પીવે છે. સૌ પ્રથમ, તમારે જાણવાની જરૂર છે કે દરેક વ્યક્તિને કેટલા પ્રમાણમાં કેલેરી જોઈએ તેનું માપ અલગ અલગ હોય છે. દૈનિક ધોરણે, તમારે પ્રતિ કિલોગ્રામ વજન દીઠ 0.8-1 ગ્રામ પ્રોટીનનું સેવન કરવું જોઈએ. જો તમારું વજન 60 કિલો છે, તો તમારા પ્રોટીનનું પ્રમાણ 48-60 ગ્રામની વચ્ચે હોવું જોઈએ. વજન ઘટાડવા દરમિયાન પ્રોટીન શેક્સ લઈ શકાય છે, પરંતુ જો તમે વર્કઆઉટ કરતા હોવ અને તંદુરસ્ત આહારનું સેવન કરતા હોવ તો જ.

 

2. યોગ્ય સમયે પ્રોટીન શેક ન લેવું

તમારા પ્રોટીન શેક લેવાનો સમય નક્કી કરવો એ બીજી અગત્યની બાબત છે. જો તમારા ભીજનનો સમય નજીક છે તો પ્રોટીન શેકનું સેવન ન કરો. એ જ રીતે, વર્કઆઉટના કલાકો પહેલાં અથવા કલાકો પછી પ્રોટીન શેકનું સેવન ન કરો. સામાન્ય રીતે, વર્કઆઉટની 30-40 મિનિટની અંદર પ્રોટીન શેકનો પીવો યોગ્ય છે. તમે તેને તમારા વર્કઆઉટ પહેલાં અથવા પછી લઈ શકો છો.

 

3. ખુબ ઓછા અથવા તો ખુબ વધુ પ્રમાણમાં પ્રોટીન શેકનો ઉપયોગ કરવો

 

કોઈ વસ્તુનું વધુ પડતું સેવન કરવું અથવા તો છે તેના કરતા ઓછી માત્રામાં સેવન કરવું ભારે પડી શકે છે લોકો આવી જ ભૂલ પ્રોટીન શેકમાં કરતા હોય છે. ખૂબ ઓછું અથવા વધુ પડતું પ્રોટીન પાઉડર લેવું, બંને તમારા સ્વાસ્થ્ય માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારે જે પ્રોટીન પાવડરનો ઉપયોગ કરવો જોઈએ તેની માત્રા તમારા શરીરના વજન અને તમારા જીમના લક્ષ્યો પર આધારિત છે તેથી તમારા ટ્રેનરના કહ્યા મુજબ જ પ્રોટીન શેકનું સેવન કરવું હિતાવહ છે.

 

4. ઓછી ગુણવત્તાવાળા પ્રોટીનનો ઉપયોગ

જ્યારે પ્રોટીન પાવડરની વાત આવે છે, ત્યારે ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કરો. જો તમે ઓછી ગુણવત્તાવાળો પ્રોટીન પાવડર પસંદ કરો છો કારણ કે તેની કિંમત ઓછી છે, તો તેની તમારા શરીર પર આડઅસરો થઈ શકે છે. હંમેશા વિશ્વસનીય અને પ્રમાણિત બ્રાંડમાંથી પ્રોટીન પાઉડર તેમની અધિકૃત વેબસાઇટ પરથી અથવા લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી ખરીદો.

5. રોજિંદી જરૂરિયાત પૂરી કરવા પ્રોટીન પર વધુ પડતી નિર્ભરતા

પ્રોટીનની તેમની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે પ્રોટીન શેક પર આધાર રાખવો એ ગંભીર ભૂલ છે જે ઘણા લોકો કરે છે. તમારું પ્રથમ લક્ષ્ય તમારા આહારમાંથી પ્રોટીનની મહત્તમ માત્રા લેવાનું હોવું જોઈએ. જો તમે શાકાહારી છો, તો પનીર અને સોયા જેવા સ્ત્રોતો તમારા માટે જવાના વિકલ્પો હોવા જોઈએ. માંસાહારી લોકો માટે ઈંડા, ચિકન અને માછલી જેવા ખોરાક આદર્શ છે. તમે જે પણ ભોજન લો છો તેમાં પ્રોટીનનો એક ભાગ હોવો જોઈએ. ખોરાક દ્વારા તમારા દૈનિક પ્રોટીનની માત્રાની ગણતરી કર્યા પછી, તમે પ્રોટીન શેક વડે બાકી રહેલ જરૂરિયાતોને પૂર્ણ કરી શકો છો.

 

નોંધ: ઉપરોક્ત કોઈ પણ માહિતીનો ઉપયોગ કર્યા પહેલા તમારા ટ્રેનર અથવા તો ડોક્ટરની સલાહ લેવી આવશ્કય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.