Abtak Media Google News

કેટલાક લોકોને ડેન્ડર્ફની સમસ્યા ખૂબ વધુ થાય છે. તેનાથી ઘણીવાર શરમ પણ આવે છે અને વાળને પણ ખૂબ નુકશાન થાય છે. જો એક વાર ખોડો થઇ જાય તો તેનાથી પીછો છોડવવો ખૂબ મુશ્કેલ થઇ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે એન્ટી ડૈંડર્ફ હેયર પ્રોડકટ્સનો ઉપયોગ કરતા હશો પણ તે પ્રોડકટ્સ એટલા અસરકારક નથી હોતા. આ પ્રોડક્ટ ખોડો મટાડે તો છે. પણ વાળને નુકશાન પણ પહોંચાડે છે. જો તમે નેચરલ રીતે ખોડામાંથી મુક્તિ મેળવવા ઇચ્છો છો તો આ ઉ૫ચાર અજમાવી જુઓ…જે પ્રમાણે છે.

૧- લીંબુનો રસ :લીંબુનો સરસિયાના તેલમાં કરીને તમારા વાળની જડમાં લગાવો. પછી તમારા વાળની સારી રીતે ૧૫ મિનિટ સુધી માલિશ કરો. તમારા વાળને સારી રીતે ધોઇને કંડીશનર કરી લો.

૨- ટી-ટ્રી ઓઇલ :- ટી-ટ્રી ઓઇલમાં ઐંટીસેપ્ટિક, એંટીબૈક્ટીરિયલ અને એંટી વાઇરલના ગુણ રહેલા છે જે ખોડાને ખતમ કરવા માટે ખૂબ લાભકારી હોય છે તેલના થોડા ટીપાને તમારા શેમ્પુમાં મિક્સ કરી લો અને પછી તમારા વાળને ધોઇ લો.

૩- એસ્પરિન :- આમ તો એસ્પરિનનો ઉપયોગ બિમારીમાં કરવામાં આવે છે. પણ તેનો ઉપયોગ ખોડો દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. તમારા શૈમ્પુની બોટલમાં એસ્પરિનની ત્રણ ગોળીઓ ભેળવીને સારી રીતે મિક્સ કરી લો. અને આ મિશ્રણનો રોજ ઉ૫યોગ કરવાથી તમારો ખોડો જલ્દી ગાયબ થઇ જશે.

૪- મુલ્તાની માટી :મુલ્તાની માટીમાં ૩ ચમચી સફરજનના સિરકોમાં સારી રીતે મિક્સ કરી લો. પછી તમારા વાળ ધોયા પછી ૧૦ મિનિટ સુધી વાળ પર લગાવીને મુક્યા પછી કુણા પાણીથી ધોઇ લો. તેનાથી ખોડો જડથી નીકળી જશે.

૫- જાદુઇ પાણી :- ખોડાને મટાડવા માટે પાણીમાં થોડો લીમડો અને તુલસીના પાનને ઉકાળી લો પછી આ મિશ્રણને ગાળીને ઠંડુ કરી લો. આ પાણીથી તમારા વાળને ધોલ લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.