શું તમને કમરમાં દુખાવો છે …?

હાલના બેઠાડું જીવન અને ઓછા મહેનત વારા કામથી શરીરમાં પૂરતું લોહીનું વાહન થતું નથી તેથી કમરમાં પણ દુખાવો થાય છે.

 

કમરના દુખાવાના મુખ્ય કારણ માંસપેશીઓ પર વધારે તનાવ હોય છે. સાંધાના ખેંચાવથી પણ આ હોય છે. કેલ્શિયમની કમીથી હાડકા નબળા થઈ જાય છે. વધારે વજન હોવાથી કમર દુખાવો હોય છે. તથા ક્યારેક જરૂર કરતાં વધારે વજન ઉચક્વાથી પણ કમરનો દુખાવો થાય છે, જેનાથી બચવામાટે મહિલાઓને  પ્રસવ પછી યોગાભ્યાસ શરૂ કરવું જોઈએ.

જ્યારે આપણે આપણી સ્ટાઈલમાં કે ખોટા રીતે બેસવાથી કમરનો દુખાવો થતો હોય છે. તો સીધો બેસવું કે સીધો ચાલવું જોઈએ. સૂઈને ટીવી જોવું, સૂઈને વાંચવું પણ દુખાવાનો મુખ્ય કારણ છે.
કામકાજ કરતી મહિલા અને પુરુષો ઉંચી હીલના જૂતા પહેરવાથી કમરમો દુખાવો થઈ શકે છે. પથારી કપાસ કે ટાટની હોવી જોઈએ. ખુરસી વધારે નરમ નહી હોવી જોઈએ.
તનાવના કારણ પણ દુખાવો થઈ શકે છે. વ્યાયામ કે યોગાભ્યાસ નહી કરનારને પણ કમરનો દુખાવો થઈ શકે છે. રસોડાનો પ્લેટફાર્મ યોગ્ય ઉંચાઈ પર હોવું જોઈ નહી તો દુખાવો થઈ શકે છે અને કમર મળકાને પણ નુકશાન થઈ શકે છે.