Abtak Media Google News

સોમવારથી ૨૦ હજાર ખાનગી અને ૧૦ હજાર સરકારી હોસ્પિટલમાંથી વેચાતા ડોઝ લઈ શકાશે

૬૦ વર્ષથી વધુ ઉંમરના સામાન્ય અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના ગંભીર બિમારી ધરાવતા લોકોનું રસીકરણ

ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝ માટે રૂ.૩૦૦થી ૪૦૦ ચૂકવવા પડશે

કોરોના મહામારીના કપરાકાળમાંથી ઉગરવા તમામ દેશો, વૈજ્ઞાનિકો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રયાસમાં જુટાયા છે. ભારત સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ મોટાપાયે ચાલુ છે.ભારતમાં હેલ્થ વર્ક્સ અને ફ્રંન્ટલાઈન વર્કસને રસીકરણ કરાયા બાદ હવે આગામી સોમવારથી ૬૦ વર્ષથી વધુ વયના લોકોને ડોઝ અપાશે. તેમજ ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો કે જે કોઈ ગંભીર બિમારીથી પીડિત હોય તેને પણ કોરોના કવચ પૂરૂ પડાશે. એમાં પણ નોંધનીય વાત એ છેકે કોરોના રસીનાં ડોઝ હવે, ખાનગી ધોરણે એટલે કે વેચાતા પણ લઈ શકાશે. ૧લી માર્ચથી ૧૦ હજાર સરકારી હોસ્પિટલો અને ૨૦ હજાર ખાનગી હોસ્પિટલોમાંથી ડોઝ ખરીદી શકાશે.

જો કોઈ વ્યકિત ખાનગી હોસ્પિટલમાંથી રસી લેવા ઈચ્છે છે તો તેણે આ માટે એક ડોઝના રૂ.૩૦૦ થી ૪૦૦ ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારે ઓકસફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસીત સીરમ ઈત્રન્ડસ્ટીટયુટની રસી કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેકિસન સાથે ભાવબાંધણું કર્યું છે. જેની કિંમત ૪૦૦થી ૪૦૦ રૂપિયા હશે. જોકે, કોવિશીલ્ડની સરખામણીએ કોવેકિસનની કિમંત થોડી ઉંચી હશે. રસીકરણ માટે દરેક વ્યકિતએ વેલ ઈન્ટરફેસ, આરોગ્ય સેતુ એપ અથવા આઈઆરએફ થકી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તેમાં પણ રેલવે ટીકીટની જેમ રિઝર્વ અને અનરીઝર્વ કેટેગરી હશે.

સરકારે દેશભરમાં ૫૦ હજારથી ૬૦ હજાર જેટલા સેશન યોજવાનું નકકી કર્યું છે. હાલ દરરોજ ૧૦, હજાર જેટલા સેશન યોજાય છે. પરંતુ હવે, રસીકરણ ખાનગી હોસ્પિટલોમાં પણ શરૂ થતા તેમાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.