વરસાદના વરતારાની આવી પ્રાચિન પરંપરા વિશે જાણો છો ? 4 યુવાઓને 4 માસના નામ આપી કરાય છે આ રીતે આગાહી, જુઓ વીડિયો

હડિયાણા, શરદ રાવલ:

આજનો 21મી સદીનો સમય આધુનિક યુગ ભલે ગણાય, ભલે વૈજ્ઞાનિક સંશોધનો અને અત્યાધુનિક તકનિકથી ભરેલો ગણાય પરંતુ આજે પણ આપણી સંસ્કૃતિ, પ્રાચીન પરંપરાઓ જ સર્વસ્વ માનીએ છીએ તેમ ભારતના અનેક વિસ્તારો અને ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા કાર્યક્રમો તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. વરસાદ કેવો રહેશે..? કયા માસમાં કેટલો વરસાદ પડશે..? વાવણી લાયક વરસાદ ક્યારે પડશે..? તે માટે આજના સમયે સુપર કોમ્પ્યુટર, અત્યાધુનિક ટેક્નોલોજીની સવલતથી સજ્જ હવામાન ખાતું પણ છે. તેમ છ્તા ભારતીય પરંપરા અનુસાર વરસાદનો વરતારો કરવામાં આવે છે.

ગુજરાતમાં ઘણી જગ્યાએ વિભિન્ન મેળાઓ વરસાદના વરતારા માટે યોજાય છે. ત્યારે શ્રlવણ સુદ-15 પૂનમ ને રક્ષાબંધનનો દિવસે પણ વરસાદની આગાહી માટે શુકનવંતો ગણાય છે. ત્યારે ગઈકાલે હડિયાણા ગામે સાંજના સમયે ગામના ચાર નવ યુવાનને ભેગા કરીને ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ માં આવતા વર્ષે વરસાદનો વરતારો જોવા માટે વરસાદના ચાર મહિના હોય છે. તેમાં જેઠ..અષાઢ..શ્રlવણ..ભાદરવા..આમ આ ચાર મહિનામાં વરસાદ ઉતારો કેવો હોય તેની પરંપરા વર્ષ મુજબ ચાલી આવે છે.

વીડિયો જોવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો

તે મુજબ ચાલુ વર્ષે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાર યુવાનને મોરિયા લઈને લાકડાનું હળ આપી, પાણી આપી આંટા ફરાવવામાં આવે છે. અને અવતા વર્ષની વરસાદની મોસમમાં કયા મહિનામાં કેટલો વરસાદ પડશે તેની જાણકારી પ્રાપ્ત કરવા માં આવે છે. આ તકે એ આગાહી વ્યકત કરવામાં આવી હતી કે આવતા વર્ષે વરસાદના મહિનામાં જેઠ મહિનામાં આશરે 30 ટકા, અષાઢ મહિનામાં આશરે 40 ટકા અને શ્રlવણ મહિનામાં આશરે 70 ટકા જ્યારે ભાદરવા મહિનામાં આશરે 50 ટકા પડશે. આ ચાર મહિનામાં આ વરતારા મુજબ વરસાદ પડે તેવું ગ્રામજનોએ નજરે જોયું છે.

આ ચાર યુવાનોને ગામના પ્રવેશ દ્વારાથી માંડી રામજી મંદિર સુધી દોડ કરવામાં આવે છે. અને તેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને લાકડાનું હળ અને મીઠાઈનું બૉક્સ આપવામાં આવે છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ બીજા, ત્રીજા, અને ચોથા નંબરના યુવાઓને મીઠાઈનું બૉક્સ આપવામાં આવે છે. ગ્રામ પંચાયતના સરપચ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ વષોથી ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમનું મુખ્ય અનુભવી દેવશીભાઈ કલાવડિયા સંચાલન કરે છે.