Abtak Media Google News

ભારતની અંદર ભલેને ખ્રિસ્તીઓની સંખ્યા ઓછી હોયપરંતુ આખી દુનિયામાં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ ધરાવતાં હોવાથી ક્રિસમસ હવે દુનિયાનો તહેવાર બની ગયો છે.એટલા માટે આજે આખી દુનિયાની અંદર ક્રિસમસને પણ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. 

જેવી રીતેદિવાળી અને ઈદની જેમ બજારનો મુડ તહેવાર જેવો થઈ જાય છે તેમ જ હવે ક્રિસમસ વખતે પણમોટા મોટા સેલની ઘોષણાઓ થઈ જાય છે. ગીફ્ટની ખરીદી, તેને પોતાના પ્રિયજનોની નજરથીસંતાડીને રાખવા, કૈરોલ સિંગીગ આ બધી જ વસ્તુઓ ક્રિસમસ સાથે જોડાયેલી છે

જેદરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. પહેલાં માત્ર ફોરેનમાં જ ક્રિસમસની સેલ લાગતીહતી પરંતુ હવે તો ગોવા, કેરાલા, મુંબઈ અને ઉત્તર ભારતમાં પણ ક્રિસમસની અનોખીઉજવણી જોવા મળે છે. 

માણસ ભલેને કોઈ પણ દેશમાં કોઈ પણ વેશે રહેતો હોય પરંતુ તેની ભાવનાઓ આખી દુનિયામાં એક જેવી જ હોય છે. કેમકે ભારતમાં ખ્રિસ્તી લોકોની પેઢીઓ પહેલાંથી ખ્રિસ્તી ન હતી તે હિંદુઓ હતાં એટલે આજે પણ તેમની ખાણી-પીણી, વ્યવહાર અને સંસ્કૃતિમાં પણ તેમના સંસ્કાર જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.