Abtak Media Google News

ડોક્ટરોનું કહેવું છે કે વ્યક્તિના શરીરમાં દરરોજ ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવાની જરૂરીયાત હોય છે. એમનું એવું કહેવું યોગ્ય છે કારણ કે એનાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચાવી શકાય છે.

પાણી પીવાથી શરીરના ઝેરી પદાર્થ બહાર નિકળી જાય છે. પરંતુ શુ તમને ખબર છે કે વ્યક્તિના શરીર માટે નવશેકું પાણી ખૂબ ફાયદાકારક છે. ઠંડા પાણીની જગ્યાએ જો નવશેકા પાણીની વાત કરીએ તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ચલો તો જાણીએ નવશેકું પાણી પીવાથી થતા ફાયદા વિશે.

૧. ગરમ પાણી પીવાથી ગળામાં રહેલા બેક્ટેરીયા ખતમ થઇ જાય છે. એનાથી ગળામાં ઇન્ફેક્શનમાં આરામ મળે છે.

૨. જ્યાં ઠંડું પાણી શરીર માટે જરૂરી છે તો બીજી બાજુ ગરમ પાણી સ્વાસ્થ્ય માટે એક પ્રકારનું દવાનું કામ કરે છે. સ્કીનને નિખારવાનું કામ અને બીમારીઓને દૂર કરે છે.

૩. રેગ્યુલર ગરમ પામી પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. શરીરમાં ગરમ પાણીથી ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે.

૪. ગરમ પાણીમાં લીંબૂ અને મધ મિક્સ કરીને પીવાથી વજન ઘટે છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે છે.

૫. સવારે ઊઠીને ખાલી પેટે નવશેકું પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. શરીરમાંથી ઝેરી પદાર્થ નિકળી જાય છે.

૬. ગરમ પાણી પીવાથી સ્કીન હેલ્ધી અને ગ્લો કરે છે. એનાથી પિંપલ્સ અને બ્લેકહેડ્સની સમસ્યા દૂર થઇ જાય છે.

૭. કિડનીને સ્વસ્થ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું સવાર સાંજદ નવશેકું પાણી પીવું જોઇએ.

૮. નવશેકું પાણી પીવાથી હાડકાઓ અને જોઇન્ટ્સના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.