Abtak Media Google News

કોવિડ બાદ રાજ્યભરમાં મંકીપોકસ વાયરસે પોતાની દહેશત ફેલાવી છે. લોકોમાં એવી પણ માન્યતા છે કે મંકીપોક્સ, શીતળા અને અછબડા એક જ રોગ છે, પરંતુ એવું નથી. તેમની વચ્ચે થોડો તફાવત છે. શીતળાનો તાવ 24 કલાક પછી આવે છે. આ તાવ ચેપ લાગ્યાના એક દિવસ પછી જ આવે છે મંકીપોક્સ વાયરસ વિલંબિત લક્ષણો દર્શાવે છે. જો કોઈ વ્યક્તિ મંકીપોક્સથી પીડિત દર્દીના સંપર્કમાં આવે છે, તો ત્રીજા દિવસથી તેનામાં લક્ષણો દેખાવા લાગે છે.

રાજકોટની મધ્યસ્થ જેલમાં બે કેદીઓને અછબડા થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પ્રિઝન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જેલના વડાએ તુરંત જેલમાં રાઉન્ડ ધ કલોક તબીબી કામગીરી શરૂ કરાવી શંકાસ્પદ કેદીઓને અલગ કરવાની હાથધરી છે.

મંકીપોક્સ વાયરસના લક્ષણો

* હાડકામાં દુ:ખાવો

* મોટાં મોટા ફોડલા

* તાવ

* થાક

* શરીર પર સોજા

*જોરદાર માથાનો દુ:ખાવો

* પીઠમાં દુ:ખાવો

* સાંધાનો દુ:ખાવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.