શું તમને ખબર છે ‘સાવિત્રી’ તથા ‘વડ સાવિત્રી વ્રત’નું મહાત્મ્ય ?

ભાગ્ય અને સંતાનની પ્રાપ્તિમાં સહાય કરનારું વટ સાવિત્રી વ્રત આદર્શ નારીત્વના પ્રતિક સમુ માનવામાં આવે છે. વટવૃક્ષનું (વડલાનું) પુજન અને સાવિત્રી સત્યવાનની કથા સ્મરણના વિધાનના કારણે આ વ્રત વટ સાવિત્રી તરીકે પ્રસિઘ્ધ થયું.

આ અંગે પ્રસિઘ્ધ કથાનુસાર ભદ્ર દેશના રાજા અશ્રુપતિના ઘેર અત્યંત સ્વરૂપવાન ક્ધયા સાવિત્રીનો જન્મ થયો હતો. યોગ્ય વર ન મળવાના કારણે રાજા અશ્રુપતિએ દુ:ખી થઇને આખરે સાવિત્રીને જાતે જ પોતાનો વર પસંદ કરવા મોકલી હતી. સાવિત્રી વન-વન ભટકવા લાગી બીજી બાજુ સાલ્વ દેશના રાજા જેનું રાજય છીનવાઇ ગયું હતું. તેઓ પોતાના પુત્ર સત્યવાન સાથે જંગલોમાં નિવાસ કરતા  હતા. સત્યવાનને જોઇને સાવિત્રીએ તેની પતિ  તરીકે પસંદગી કરી હતી. સત્યવાન વેદોનો જાણકાર હતો. પરંતુ અલ્પાયુનું ભાગ્ય ધરાવતો હતો. નારદ મુનિએ સાવિત્રી સાથે મળીને સત્યવાન સાથે વિવાહ ન કરવાની સલાહ આપી હતી. ત્યારે સાવિત્રીએ કહ્યું હું આર્ય ક્ધયા છું મનથી સત્યવાનને વરી ચૂકી છું, તેથી હવે મારા હ્રદયમાં અન્ય કોઇ પુરૂષને સ્થાન નહી આપી શકું સાવિત્રીએ નારદમુનિ પાસેથી સત્યવાનની મૃત્યના સમયની જાણકારી મેળવી લીધી હતી.

સાવિત્રીએ નારદમુનિ પાસેથી સત્યવાનની મૃત્યુના સમયની જાણકારી મેળવી લીધી, અને તે મુજબ ત્રણ દિવસ પહેલા જ સાવિત્રીએ ઉપવાસ શરુ કરી દીધો, નિશ્ર્ચિત દિવસે જયારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં ગયો ત્યારે સાવિત્રી પણ સાથે ચાલી નીકળી લાકડા કાપતી વખતે સત્યવાનના માથામાં ભયંકર પીડા થવા લાગી, તે નીચે ઉતર્યો તો સાવિત્રીએ તેનું મસ્તક પોતાના ખોળામાં રાખી દીધુ, જોત જોતામાં યમરાજે બ્રહ્માજીના વિધાનની રૂપરેખા સાવિત્રી સમક્ષ રજુ કરી અને સત્યવાનના પ્રાણ હરી લીધા, જો કે કયાંક સતયવાનનું મૃત્યુ સપદંશથી થાય છે તેવો પણ ઉલ્લેખ છે. સાવિત્રી સત્યવાનના મૃતદેહને વૃક્ષ નીચે મૂકીને યમરાજની પાછળ પાછળ ચાલી નીકળ..

યમરાજે સાવિત્રીને પરત ફરી જવા કહ્યું ત્યારે સાવિત્રીએ કહ્યું, ‘જયાં પતિ, ત્યાં પત્ની, આજ ધર્મ છે, આ જ મર્યાદા છે’ સાવિત્રીની ધર્મનિષ્ઠાથી પ્રસન્ન થઇને યમરાજે પોતાના પતિના પ્રાણ સિવાય અન્ય વરદાન માંગવા કહ્યું ત્યારે સાવિત્રીએ સાસુ-સસરાની નેત્ર જયોતિ તથા દીર્ધાયુ માંગી યમરાજે તથાસ્તુ કહી દીધું, તેમ છતાં પણ સાવિત્રી યમરાજની પાછળ પાછળ ચાલતી રહી, ત્યારે ફરીથી યમરાજે તેને ચાલ્યા જવા કહ્યું, સાવિત્રીએ કહ્યું  પતિ વિના નારી જીવનની સાર્થકતા નથી. યમરાજે આ જવાબથી ખુશ થઇને બીજુ વરદાન માંગવાનું કહ્યું, આમ એક પછી એક સાવિત્રીએ ત્રણ વરદાન માંગ્યા, એ પૈકીનું એક સો પુત્રોની માતા બનવાનું વરદાન પણ સામેલ હતું.

ત્યારે સાવિત્રીએ કહ્યું ે કે, પતિ વગર હું સૌ પુત્રોની માતા કેવી રીતે બની શકુ ત્યારે સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિ ધર્મની વાત જાણીને યમરાજે સત્યવાનના પ્રાણને મુકત કરી દીધા, અને સાવિત્રી તેના પ્રાણને લઇને વટવૃક્ષ નીચે પહોંચી અને વટવૃક્ષની પરિક્રમા કરી શાસ્ત્રો અનુસાર વટવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો નિવાસ માનવામાં આવે છે. પરિક્રમા સંપન્ન કરતાં જ સાવિત્રીએ જોયું કે સત્યવાન જીવિત થઇ ગયો હતો. આમ, સાવિત્રીના સમર્પણ અને આત્મવિશ્ર્વાસની જીત થાય છે. આ વ્રત શુકલ પક્ષની પૂર્ણિમાએ કરવામાં આવે છે. સ્ત્રીઓ પોતાના પતિના દીર્ધાયુષ્ય માટે આ વ્રત કરે છે.