Abtak Media Google News

ભારતનાં રાજકારણમાં 25 જૂનનો દિવસ ખુબજ મહત્વપૂર્ણ છે. તે સમયે તકત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ 25-26 જૂનની રાતે જ 1975મા ઇમરજન્સીની જાહેરાત કરી હતી. જોકે, તેની પૃષ્ઠભૂમિ 13 દિવસ પહેલા એટલે કે 12 જૂન 1975નાં રોજ લખાઇ હતી.

ઇન્દિરા ગાંધીથી રાયબરેલી ચુંટણીમાં હારેલા નેતા રાજનારાયણે ચૂંટણીમાં સરાકીર મશીનરીનો દુરઉપયોગનો કેસ કરી દીધો હતો. 12 જૂન 1975નાં હાઇકોર્ટનાં જજ જગમોહન લાલ સિન્હાએ ઇન્દિરાને દોષી માન્યા, ચૂંટણી રદ્દ કરી. PMનું પદ છોડવાનો નિર્ણય કર્યો અને 6 વર્ષ સુધી ચૂંટણીને અયોગ્ય ઠેરવી. જેનાં 13 દિવસ બાદ ઇમરજન્સી લગાવી દેવામાં આવી.

Emergency 25062 1Emergency 25063 1ઇમરજન્સીનાં સમયમાં તે સમયે પ્રખ્યાત ગાયક કિશોર કુમારનાં ગીતોને દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરી દેવામાં આવ્યા. ખરેખરમાં તત્કાલિન સૂચના એવં પ્રસાર મંત્રી વિદ્યાચરણ શુક્લએ કિશોર કુમારથી ઇન્દિરા ગાંધી માટે ગીત ગાવા કહ્યું જે માટે તેમણે ના પાડી દીધી. તે બાદ તેમનાં ગીતો પર આશરે ત્રણ વર્ષ સુધી પ્રતિબંધ રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.