Abtak Media Google News

ટીવી પર ઘણા રિયલિટી શો છે, પરંતુ જે લોકોના હૃદયમાં પોતાનું સ્થાન ધરાવે છે તે અમિતાભ બચ્ચનનો કૌન બનેગા કરોડપતિ શો છે. આ શોએ ભારતના લોકોના ઘણાં સપનાં પૂર્ણ કર્યા છે. કૌન બનેગા કરોડપતિ શો ની સૌથી મહત્વની વસ્તુ એ છે કે અહીં દેશના દરેક વિભાગના લોકો તેમની પ્રતિભા અનુસાર તેમના નાણાં જીતીને જીવનનો હિસ્સો મેળવે છે.

કેબીસીમાં કરોડો રૂપિયાની સ્પર્ધાઓ વિતરણ કરવામાં આવે છે પરંતુ શું તમને કદી એ આશ્ચર્ય થયું છે કે કેબીસીમાં પૈસા ક્યાંથી આવે છે?

  • તો ચાલો જાણીએ આ પ્રશ્નનો જવાબ.

સોની ટીવીના જાહેરાતમાંથી આવતા પૈસા કેબીસી વિજેતાઓને વહેંચવામાં આવે છે, તેમજ ટીવી શોમાં રોલ કરવા માટે અભિનેતા અથવા અભિનેત્રીને ફી ચૂકવવામાં આવે છે. વિજેતાઓમાં વિતરિત કરવામાં આવતી નાણાંની રકમ શો દરમ્યાન આવતી સોની ટીવી પરની જાહેરાતોમાંથી ચૂકવવામાં આવે છે.

સોની ટીવી જેવી મોટી ચેનલોમાં જાહેરાતોની કિંમત સેકંડ ના હિસાબ થી 2000 અને 5000 ની વચ્ચે હોય છે.

આ રીતે કૌન બનેગા કરોડપતિના સૌથી મોટા રિયાલિટી શો ના વિજેતાઓને નાણાંનું વિતરણ કરવામાં આવે છે.

ટીઆરપી અંગે વાત કરી તો  કેબીસીએ રેટિંગ્સમાં બધા ટીવી શો ને પાછડ છોડી દીધા છે. આ પહેલીવાર નથી, જ્યારે કેબીસી નું સીઝન શરૂ થાય છે, તે હંમેશા બીજા શો ની ટીઆરપી ને પાછડ છોડી દે છે.

આ શો ને સપના પરિપૂર્ણ કરવા માટેની એક સીડી કહી શકાય છે. અત્યાર સુધી ઘણા લોકો આ શો માં આવ્યા છે અને કરોડો રૂપિયા જીત્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.